Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે મુંબઈ પહોંચી શકશો સુપર સ્પીડમાંઃ 30 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, PM મોદી આપશે લીલી ઝંડી

રેલ્વે મુસાફરો માટે એક સારા સમાચાર છે. દેશમાં ત્રીજી વંદે ભારત ટ્રેનનું સંચાલન શરૂ થવાનું છે. ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ટ્રેનને લીલી ઝંડી આપશે. દેશની ત્રીજી અને ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. એટલે કે હવે મુંબઈ-ગુજરાત વચ્ચેના મુસાફરો વધુ ઝડપà«
હવે મુંબઈ પહોંચી શકશો સુપર સ્પીડમાંઃ 30 સપ્ટેમ્બરે ગુજરાતને મળશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન  pm મોદી આપશે લીલી ઝંડી
રેલ્વે મુસાફરો માટે એક સારા સમાચાર છે. દેશમાં ત્રીજી વંદે ભારત ટ્રેનનું સંચાલન શરૂ થવાનું છે. ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ટ્રેનને લીલી ઝંડી આપશે. દેશની ત્રીજી અને ગુજરાતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ અને ગાંધીનગર વચ્ચે 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. એટલે કે હવે મુંબઈ-ગુજરાત વચ્ચેના મુસાફરો વધુ ઝડપે અને ખૂબ જ ઓછા સમયમાં મુસાફરી કરી શકશે.
રેલ્વે મંત્રીએ માહિતી આપી
આ અંગે માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વડાપ્રધાનને તેના લોકાર્પણ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચલાવવામાં આવશે. જોકે તેના ભાડા અંગે કોઈ અપડેટ નથી. 
વંદે ભારત બે રૂટ પર ચાલી રહી છે
ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અત્યાર સુધી માત્ર બે રૂટ પર દોડી રહી છે. હાલમાં દિલ્હીથી વારાણસી અને દિલ્હીથી કટરા વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડે છે. આ માર્ગ પર ઘણા મુસાફરો મુસાફરી કરે છે. વંદે ભારત ટ્રેનના આ સંસ્કરણની કેટલા સમયથી રાહ જોવાતી હતી. હવે ગુજરાત અને મુંબઈ વચ્ચેની  આ ટ્રેન શરૂ થવા જઇ રહી છે ત્યારે  લોકોની આતુરતાનો અંત આવશે. તમને જણાવી દઈએ કે નવી ટ્રેનના સંચાલન પહેલા રેલ્વે વિભાગ ઓગસ્ટ મહિનામાં આ ટ્રેનની સફળ ટ્રાયલ પણ પૂર્ણ કરી ચૂક્યું છે. 
ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ
મહત્વપૂર્ણ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેને લગભગ 330 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ હબનો બીજો માળ સાબરમતી રેલ્વે સ્ટેશન, મેટ્રો સ્ટેશન સાથે જોડવામાં આવશે. એટલે કે વંદે ભારતને લઈને સરકાર ઘણી તૈયારીઓ કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.