Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોખરે રહેવાનો સ્વભાવ ધરાવતા ગુજરાત પાસે છે હવે પોતીકું 'ગુજરાત ફર્સ્ટ'. જાણી લો કેવી રીતે ગુજરાતીઓને સમાચારમાં રાખીશું આગળ!

ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ શબ્દ કદાચ ઈન્ટરનેટની પેઢી આવી પછી આવ્યો હશે. પણ વૈશ્વિક સ્તરે ગુજરાતીઓ કાયમ માટે ટ્રેન્ડિંગ રહ્યાં છે. ગુજરાત અને ગુજરાતીઓની વાત હંમેશા ચર્ચામાં રહી છે. ગુજરાતની હવામાં વેપાર છે એ પણ બહુ જાણીતી વાત છે. ગુજરાતના બે પનોતા પુત્ર દેશનું સુકાન સંભાળી રહ્યાં છે. ગુજરાત દરેક ક્ષેત્રમાં મોખરે રહ્યું જ છે. ત્યારે હવે ગુજરાતની ભૂમિ પરથી થઇ રહ્યું છે વધુ એક સાહસ. ગુજà
10:04 AM Jul 31, 2022 IST | Vipul Pandya
ઈન્ટરનેટ પર ટ્રેન્ડિંગ શબ્દ કદાચ ઈન્ટરનેટની પેઢી આવી પછી આવ્યો હશે. પણ વૈશ્વિક સ્તરે ગુજરાતીઓ કાયમ માટે ટ્રેન્ડિંગ રહ્યાં છે. ગુજરાત અને ગુજરાતીઓની વાત હંમેશા ચર્ચામાં રહી છે. ગુજરાતની હવામાં વેપાર છે એ પણ બહુ જાણીતી વાત છે. ગુજરાતના બે પનોતા પુત્ર દેશનું સુકાન સંભાળી રહ્યાં છે. ગુજરાત દરેક ક્ષેત્રમાં મોખરે રહ્યું જ છે. ત્યારે હવે ગુજરાતની ભૂમિ પરથી થઇ રહ્યું છે વધુ એક સાહસ. ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે જાણીતું નામ શ્રી સિદ્ધિ ગૃપ. શ્રી સિદ્ધિ ગૃપનું નામ આદરથી લેવાય છે. અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીથી લઈને ગણેશ મેરેડિયન સહિતના પ્રોજેક્ટ આ જ ગૃપની ઓળખ છે. શ્રી સિદ્ધિ ગૃપ હવે એક નવા ક્ષેત્રમાં વટભેર પ્રવેશ કરવા જઇ રહ્યું છે. અને એ માટે સર્જન થયું શ્રી સિદ્ધિ મીડિયા પ્રાઇવેટ લિમિટેડનું. શ્રી સિદ્ધિ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ પ્રસ્તુત કરે છે ગુજરાત ફર્સ્ટ. ગુજરાતી ઈલેક્ટ્રોનિક મીડિયા સમૂહમાં આ સાથે જ વધુ એક નામ જોડાઇ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ 24×7 સેટેલાઈટ ન્યૂઝ ચેનલ.
 ગુજરાતમાં વર્તમાનમાં 9 સેટેલાઈટ ન્યૂઝ ચેનલ ઓન એર છે. હવે 10મું નામ જોડાઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ સાથે ગુજરાતી મીડિયા જગતના જાણીતા પત્રકાર જોડાઇ ચૂક્યાં છે. એક ઈલેક્ટ્રોનિક સેટેલાઇટ ન્યૂઝ ચેનલને ઓન એર કરતાં પહેલાં બહુ લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ શ્રી સિદ્ધિ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ એમાં પણ ઈતિહાસ રચવા જઈ રહી છે. નવેમ્બર 2021માં ચેનલ લાવવાની દિશામાં પહેલું પગલું ભર્યાં બાદ સૌથી ટૂંકા સમયગાળામાં ગુજરાતી મીડિયાનો સૌથી હાઇટેક તેમજ સૌથી શાનદાર સ્ટુડિયો સહિત સંપૂર્ણ પ્રિમાઇસિસ તૈયાર થઈ ગયું છે. ગુજરાતી મીડિયાના સૌથી વરિષ્ઠ પત્રકાર ગુજરાત ફર્સ્ટની કમાન સંભાળી રહ્યાં છે. તેમના સુકાન અને માર્ગદર્શન નીચે ચેનલ ફેબ્રુઆરીમાં લૉન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. એટલે કે કોઈપણ સેટેલાઇટ ચેનલના લૉન્ચિંગ માટે લેવાયેલો આ સૌથી ઓછો સમય છે. 
" target="_blank">
ગુજરાતી મીડિયા માટે બેન્ચમાર્ક કહી શકાય તેવો સ્ટુડિયો ઉપરાંત ગુજરાત ફર્સ્ટનો ન્યૂઝરૂમ પણ ગુજરાતી ચેનલ્સમાં સૌથી અલગ હશે. ગુજરાત ફર્સ્ટ ઈલેક્ટ્રોનિક મીડિયાના આ યુગના સૌથી શ્રેષ્ઠતમ સોફ્ટવેર સાથે આવી રહી છે. એટલે કે ઝડપી અને બાહોશ ટીમને મળશે ટેક્નિકનો પણ સુપર સપોર્ટ. ન માત્ર કાર્યશૈલી પરંતુ બીજા ઘણાં માપદંડ પર પણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ પોતાની અલગ ઓળખ બનાવવામાં લાગી ગઇ છે. 2022 ચૂંટણીનું વર્ષ છે એવા સમયે દેશના સૌથી વિકસિત રાજ્ય પૈકીના એક ગુજરાતના મીડિયા જગતમાં એ સમાચાર બહુ ઝડપથી ફેલાઇ રહ્યાં છે કે તેમના વર્તૂળમાં એક નવું શક્તિશાળી નામ ઉમેરાઇ રહ્યું છે. ત્યારે સહુ રાહ એ જોઇ રહ્યાં છે કે ગુજરાત ફર્સ્ટ આખરે તેમના માટે કેવડી મોટી ચેલેન્જ લઈને આવશે. ચેનલના લૉન્ચિંગમાં થઈ રહેલી ઝડપથી એ અંદાજો લગાવી શકાય છે કે આ ચેનલનું નેચર આગળ જતાં કેવું રહેવાનું છે. કેમ કે ચેનલ પણ એ જ વિચારધારા સાથે જોડાયેલી છે. નામથી જ કામ અને શૈલીનો અંદાજ લગાવી શકાય છે. ગુજરાત ફર્સ્ટઃ ગુજરાતીઓને સમાચારમાં રાખશે આગળ! આ જ વિચારધારા અંતર્ગત સમાચારોના દોરમાં એક નવા યુગનો ઉદય થવા જઇ રહ્યો છે.
Tags :
AhmedabaddeepakrajaniGujaratGUjarat1stGujaratFirstmedianewsnewschannelnewventuresatelitechannel
Next Article