ગુજરાત યુનિવર્સિટીની બીએજેએમસી સેમેસ્ટર-1ની પરીક્ષાનું પરિણામ 100 %, જેએસીના 5 વિદ્યાર્થીઓએ મારી બાજી
ગુજરાત યુનિવર્સિટીની
બેચલર ઓફ આર્ટ્સ ઈન જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન સેમેસ્ટર-1ની ફેબ્રુઆરી, 2022ના
રોજ લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ
જાહેર કરયેલા ટોચના 10 વિદ્યાર્થીઓમાંથી ચીમનભાઈ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ ખાતેની
ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યેશનના 5 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ
આઈજસીનું પરિણામ 100 % આવ્યું છે. આઈજેસીની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ
એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન સિદ્ધાર્થભાઈ પટેલ અને આઈજેસીના નિયામક ડો. હરિ દેસાઈએ
યુનિવર્સિટીમાં ટોચના ક્રમે આવનાર તથા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન
પાઠવ્યા હતા.
આ યુનિવર્સિટી દ્વારા
જાહેર કરવામાં આવેલા પરિણામમાં આઈજેસીની આંચલ રમેશભાઈ લાખાણી કુલ 600માંથી 527 ગુણ
મેળવીને પ્રથમ ક્રમે આવી હતી. યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષામાં આઈજેસીની આકાંક્ષા
રાહુલ પરાંજપે યુનિવર્સિટીમાં ચોથા ક્રમે, દેવ ધીરુભાઈ આર્ય પાંચમા ક્રમે, મીત
હસિત પંડિત અને આદિત્ય મિહિર રાવલ 8 ક્રમે ઉત્તીર્ણ થયા હતા. ઉલ્લેખનિય છે કે કુલ
600 ગુણમાંથી સૌથી વધુ ગણ મેળવીને યુનિવર્સિટીમાં આંચલ લાખાણી પહેલા ક્રમે,
આકાંક્ષા પરાંજપે ત્રીજા ક્રમે, સાહિલ આકાશ પરીખ છઠ્ઠા ક્રમે, જુગલ હીરેન શાહ
સાતમા ક્રમે અને જ્હાનવી ચેતનભાઈ જાની આઠમા ક્રમે રહ્યા હતા.