અમદાવાદના આંગણે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે મુકાબલો,ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ
એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હોઇ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અનેરો છે. સ્ટેડિયમની આસપાસ બંન્ને ટીમના ચાહકોની ભીડ છે. દેશ વિદેશ માંથી લોકો આ મેચ જોવા અમદાવાદ આવ્યાં છે. 4 વર્ષ બાદ આજે આઇપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે ત્યારે અનેક જાણીતા મહાનુભાવો અને ક્રિકેટર્સ હાજરી આપવાના છે જેના લી
એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હોઇ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અનેરો છે. સ્ટેડિયમની આસપાસ બંન્ને ટીમના ચાહકોની ભીડ છે. દેશ વિદેશ માંથી લોકો આ મેચ જોવા અમદાવાદ આવ્યાં છે. 4 વર્ષ બાદ આજે આઇપીએલની ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે ત્યારે અનેક જાણીતા મહાનુભાવો અને ક્રિકેટર્સ હાજરી આપવાના છે જેના લીધે લોકોનો ઉત્સાહ બેવડાયો છે.
અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલનો માહોલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ફાઇનલ મેચ નિહાળશે. જેને લઇને અત્યારથી જ સ્ટેડિયમની ફરતે ચાંપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાંજે આઇપીએલની ફાઇનલ મેચ નિહાળવા આવશે. મહત્વનું છે કે ગુજરાત-રાજસ્થાન વચ્ચે આજે કાટાંની ટક્કર છે. 64 દિવસની IPLના જંગ બાદ આજે વિજેતા ટીમ નક્કી થશે. જેને લઇને અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 વાગ્યે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. ફાઇનલ મેચ પહેલા મોદી સ્ટેડિયમમાં ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણવીર સિંહ, AR રહેમાન પરફોર્મન્સ આપશે. આ ઉપરાંત ક્રિકેટ જગતની હસ્તીઓ- ICCના અધિકારીઓ તથા નેતા, અભિનેતા, ક્રિક્રેટર્સ સહિત VVIP હાજર રહેશે. તમામ સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 5 DCP, 7 ACP, 10 PI, 15 PSI તૈનાત કરવામાં આવ્યા છે.
સ્ટેડિયમ બહાર લોકોની ધસારો
ત્યારે ટિકિટને લઇને હજી પણ સ્ટેડિયમ બહાર લોકોની ધસારો જોવા મળી રહ્યો છે. ટિકિટ માટે ઓનલાઇનની સુવિધા હોવા છતાં ક્રિકેટપ્રેમીઓએ સ્ટેડિયમ બહાર લાઇનો લગાવી દીધી છે. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખીને 5 હજાર જવાનો તૈનાત કરાયા છે. સાંજે 6.30થી ક્લોઝિંગ સેરેમની શરૂ થશે. આજે બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. આજે સાંજે 6.30 વાગ્યાથી IPLની ક્લોઝિંગ સેરેમની શરૂ થશે, જે 1 કલાક સુધી ચાલશે. સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોસ થશે IPL ફાઈનલ મેચનો મહાસંગ્રામ 8 વાગ્યે શરૂ થશે . આજે રણવીર સિંહ, AR રહેમાન પણ ક્લોઝીંગ સેરેમનીમાં પરફોર્મન્સ આપશે .
સ્ટેડિયમ સુધી જવામાં આ બાબતોનું રાખો ધ્યાન
આજે મેચના કારણે લોકો સરળતાથી સ્ટેડિયમ સુધી પહોંચી શકે તે માટે BRTSની 71 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, નારોલથી વિસત સર્કલ માટે 6 બસ એલડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 7 બસ અને નેહરુનગરથી વિસત સર્કલ સુધી 8 બસ મૂકવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ પાછા જવા સ્ટેડિયમથી વિવિધ રૂટ માટે 48 બસ મૂકવામાં આવી છે.
ટુ-વ્હીલર માટે 8 પાર્કિગ પ્લોટ, ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ
સ્ટેડિયમ જવા બપોરે 3 વાગ્યાથી રાત્રે 1.30 વાગ્યા સુધી AMTS-BRTS બસની સુવિધા મળશે. સાથો જ દર્શકો માટે 31 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોએ નિયત કરેલા પાર્કિંગ સ્થળ પર પોતાના વાહન પાર્ક કરવાના રહેશે. કુલ 31 જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. ટુ-વ્હીલર માટે 8 પાર્કિગ પ્લોટ, ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે, જેમાં 12000 ટૂ-વ્હીલર અને 15000 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. તમામ દર્શકે ફરજિયાતપણે પોતાનું વાહન Show my park એપ પર એડવાન્સમાં બુકિંગ કરાવીને આવવાનું રહેશે. ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ ભીડની સંભાવનાને પગલે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતેથી અલગ ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદમાં IPL મેચના ટિકિટની કાળાબજારી
ફાઈનલ મેચની ટીકિટની કાળાબજારી કરતા વધુ 2 ઝડપાયા 2 શખ્સોની અખબારનગર ચાની કીટલીથી પરથી ધરપકડ કરાઇ છે. 2500ની ટિકિટ 4500 રૂપિયામાં વેચતા રંગે હાથ ઝડપાયા છે. જો કે શહેરમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ બમણો છે, તેથી સુરક્ષાને લઇને ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
Advertisement