Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ટેક્સટાઇલ ઈન્ટરએક્ટિવ મીટ અને ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ યોજાશે

ગુજરાત ટેક્સટાઇલ ઈન્ટરએક્ટિવ મીટ અને ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ 2022નું અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે  આગામી 23મી એપ્રિલ ના રોજ આયોજન કરવામા આવ્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ટેક્સટાઈલ ટાસ્ટફોર્સ દ્વારા આ આયોજન કરવામા આવ્યુ છે. ટેક્સટાઈલ ટાસ્કફોર્સ જીસીસીઆઈના ચેરમેન સૌરીન પરીખે જણાવ્યુ હતુ કે ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમા
ગુજરાત ટેક્સટાઇલ ઈન્ટરએક્ટિવ મીટ અને ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ યોજાશે
ગુજરાત ટેક્સટાઇલ ઈન્ટરએક્ટિવ મીટ અને ટેક્સટાઈલ લીડરશીપ કોન્કલેવ 2022નું અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે  આગામી 23મી એપ્રિલ ના રોજ આયોજન કરવામા આવ્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ટેક્સટાઈલ ટાસ્ટફોર્સ દ્વારા આ આયોજન કરવામા આવ્યુ છે. 
ટેક્સટાઈલ ટાસ્કફોર્સ જીસીસીઆઈના ચેરમેન સૌરીન પરીખે જણાવ્યુ હતુ કે ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 25 જેટલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોશીએસનના અગ્રણીઓ  કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, ઉધોગ મંત્રી જગદીશ પંચાલ, ટેક્સટાઈલ કમિશનર રૂપ રાશિ મહાપાત્રા અને ગુજરાતના ઉધોગ કમિશનર ડો રાહુલ ગુપ્તા સાથે વાર્તાલાપ કરશે. આ કોનકલેવ અંતર્ગત સરકાર અને ઉદ્યોગો વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે વર્તમાન બાબતો, FTA, વૃદ્ધિ યોજના જેવા વિષયો પર ચર્ચા દ્વારા કાપડ ઉદ્યોગને વધુ વેગ આપવા માટે ઉત્પાદકોના પ્રશ્નોના ઉકેલ સૂચવી અર્થપૂર્ણ સંબંધ સ્થાપિત કરાશે. આ માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ની ટીમ દ્વારા પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય સંગઠનો ના inputs સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન પણ બનાવવામાં આવ્યું છે અને તે મંત્રીઓને સરકારના પ્રતિનિધિઓ સમક્ષ રજુ પણ કરવામાં આવશે. ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના કેટલાક ટાઈટન્સ તેમના બિઝનેસ ગ્રુપ ની સફળતાની સ્ટોરી પણ આવનાર શ્રોતાઓને સંભળાવશે. સમગ્ર દેશમાંથી જીનીંગ, સ્પિનિંગ,વિવિંગ, પ્રોસેસ હાઉસ, ગારમેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઈલ અને મશીનરી ઉત્પાદકો જેવા વિવિધ ક્ષેત્રોમાં થી 700 જેટલા સહભાગીઓ આ કોન્કલેવમાં  જોડાવાના છે.
Advertisement
Tags :
Advertisement

.