Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ દેશભરમાં વગાડ્યો ડંકો, નેક એક્રિડિટેશનમાં મેળવ્યો A+ ગ્રેડ

તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે  નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ(નેક)ની ટીમ જીટીયુ ખાતે 3 દિવસીય ઈન્સ્પેક્શન માટે પ્રથમ વખત આવી હતી. તમામ પ્રકારના ક્રાઈટેરીયાની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આજરોજ નેક તરફથી જીટીયુને A+ ગ્રેડ ફાળવવામાં આવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થàª
07:15 AM Feb 15, 2023 IST | Vipul Pandya
તાજેતરમાં જ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે  નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ(નેક)ની ટીમ જીટીયુ ખાતે 3 દિવસીય ઈન્સ્પેક્શન માટે પ્રથમ વખત આવી હતી. તમામ પ્રકારના ક્રાઈટેરીયાની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આજરોજ નેક તરફથી જીટીયુને A ગ્રેડ ફાળવવામાં આવ્યો છે. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા , રીસર્ચ અને ઈનોવેશન સહિત ઈન્ફાસ્ટ્રક્ચર , સ્ટુડન્ટ સપોર્ટ અને તમામ પ્રકારની ઉત્તમ કાર્યપ્રણાલીના ફળ સ્વરૂપે જીટીયુએ A ગ્રેડ મેળવ્યો છે. 
વર્તમાન અને અગાઉના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતનું આ પરિણામ છે. આ પ્રસંગે તેઓએ જીટીયુના ભૂતપૂર્વ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠને યાદ કરતાં જણાવ્યું હતું કે , તેમને સેવેલું નેક એક્રિડિટેશનનું સ્વપ્ન A ગ્રેડ સાથે સાકાર થયેલ છે. જેમાં તેઓનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને ઈન્ટર્નલ ક્વાલિટી એસ્યોરન્સ સેલના હેડ પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે આઈક્યુએસસી કો-ઓર્ડિનેટર્સ પ્રો. ડૉ. કૌશલ ભટ્ટ સહિત જીટીયુના તમામ સ્ટાફને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
શ્રેષ્ઠ ટીચીંગ અને લર્નિગ સિસ્ટમ , ઈમર્જિંગ ક્ષેત્રના એડવાન્સ અભ્યાસક્રમ ,ઉત્તમ પરીક્ષા પદ્ધતિ, સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ , એન્જિનિયરીંગ , ફાર્મસી, બાયોટેક્નોલોજી ,મેનેજમેન્ટ સહિત તમામ વિદ્યાશાખાની હાઈટેક લેબોરેટરીઝ વગેરે બાબતે નેક ટીમના સભ્યો પ્રભાવિત થયાં હતાં. જેના પરિણામ સ્વરૂપે પ્રથમ વખતે જ  નેક એક્રિડિટેશનની દરખાસ્તમાં જ જીટીયુએ A ગ્રેડ મેળવ્યો છે. 
આ ઉપરાંત જીટીયુ ખાતે ચલાવવામાં આવતી દરેક પીજી સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ અને ઈન્ટરનેશનલાઈઝેશન માટેની  વિવિધ પ્રવૃતિઓ,  ઈનોવેટીવ એક્ટિવિટીઝ , રીસર્ચ , ઈનોવેશન અને સ્ટાર્ટઅપને વેગ આપવા માટે જીટીયુ દ્વારા સ્થાપવામાં આવેલ જીટીયુ ઈનોવેશન કાઉન્સિલ. વિદ્યાર્થીઓ , રિસચર્સ અને સ્ટાર્ટઅપકર્તા માટે લાગું કરવામાં આવેલ તમામ પ્રકારની રિસર્ચ પોલિસી , ICT બેઝ્ડ અદ્યતન ડિજીટલ ક્લાસરૂમ સહિત ઉત્તમ ઈન્ફાસ્ટ્રક્ચરની પણ નેક ટીમ દ્વારા નોંધ લેવામાં આવી હતી. 
વધુમાં તેઓએ સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ જેવી કે મેરીટ બેઝ્ડ સ્કોલરશિપ , વિદ્યાર્થીઓ માટેની તમામ પ્રકારની ડિજીટલ સુવિધા , સ્ટુડન્ટ કાઉન્સેલિંગ અર્થે સંવાદ સેન્ટરની વ્યવસ્થા , વિદ્યાર્થીઓ માટે  ઈમર્જિંગ ક્ષેત્રના વિવિધ સેમિનાર અને વર્કશોપનું આયોજન સહિત જીટીયુની વિવિધ બેસ્ટ  પ્રેક્ટીસની નોંધ લીધી હતી. યુનિવર્સિટીને નેક દ્વારા A   ગ્રેડ મળવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રમાણમાં લાભ મળવાપાત્ર થશે. 
આ પણ વાંચોઃ  PM MODIને સુરતના વિદ્યાર્થીઓની અનોખી વેલેન્ટાઇન ગિફ્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
A+gradeGujaratFirstGujaratTechnologicalUniversityNAACAccreditationwins
Next Article