ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2036ના ઓલીમ્પીકસની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ કરી શરૂ, ગૃહમંત્રીશ્રીએ યોજી હાઈલેવલ બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને સહકાર મંત્રી અમિત શાહની(AMIT SHAH)અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ(BHUPENDRA PATEL)તથા રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની (HARSH SANGHVI)ઉપસ્થિતીમાં અમદાવાદ(Ahmedabad)ખાતે યોજવામાં આવી હતી.ઓલીમ્પીકસ 2036માં  (Olympics 2036) જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ,ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલે
04:52 PM Dec 16, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને સહકાર મંત્રી અમિત શાહની(AMIT SHAH)અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ(BHUPENDRA PATEL)તથા રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની (HARSH SANGHVI)ઉપસ્થિતીમાં અમદાવાદ(Ahmedabad)ખાતે યોજવામાં આવી હતી.ઓલીમ્પીકસ 2036માં  (Olympics 2036) જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે અમદાવાદ,ગાંધીનગરમાં, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમીપે આકાર લેનારા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં તેમજ નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની બાબતે આ બેઠકમાં પ્રાથમિક ચર્ચા વિચારણાઓ હાથ ધરવામાં આવી હતી. 

બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ઓલીમ્પીકસ ર૦૩૬ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે ત્યાં જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહિ, વોટર સ્પોર્ટસ અને માઉન્ટેઇન સ્પોર્ટસ માટેના જે સ્થળો પસંદ થાય ત્યાં પણ સંપૂર્ણ સુવિધાઓ ઊભી કરવાના આયોજન અંગે દિશાદર્શન કર્યુ હતું. અમિત શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્યઆયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમતમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું. 

ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કર્યુ હતું

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે2036નો ઓલીમ્પીકસ અમદાવાદ મહાનગરને દેશના અતિ વિકસીત મહાનગરો દિલ્હી, મુંબઇ, કલકત્તા થી પણ વધુ ઝડપી વિકસીત મહાનગર બનાવનારો બની રહેશે તે સ્પષ્ટ છે. મુખ્ય સચિવ પંકજકુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશકુમાર તથા રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિનીકુમારે ઓલીમ્પીકસ-2036માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કર્યુ હતું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન, ઔડાના સી.ઇ.ઓ ડી.પી. દેસાઇ તથા વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
આપણ  વાંચો- કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ભારતરત્ન મહામના પંડિત મદનમોહન માલવીયજીની જન્મતિથિ ઉજવણી કરાઇ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCMBhupendraPatelGujaratFirstHarshSanghviHomeMinisterAmitShahNaranpuraSportsOlympics2026
Next Article