Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત સાયન્સ સિટી હવે બન્યું ફ્રી વાઈફાઈ કેમ્પસ

ગુજરાત સાયન્સ સિટી(Gujarat Science City) હવે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ફ્રી વાઈફાઈ (Wi-Fi) કેમ્પસ બન્યું છે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે લોગ ઈન કરીને કેમ્પસમાં ફ્રી વાઈ-ફાઈ મેળવી શકશે. ગુજરાત સાયન્સ સિટી સુવિધાઓમાં સતત વધારો ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો  બાળકો થી લઈને વડીલો સુધીના તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે. સાથો સાથ ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓ માટેની સ
02:11 PM Dec 28, 2022 IST | Vipul Pandya
ગુજરાત સાયન્સ સિટી(Gujarat Science City) હવે ડિજિટલ ઈન્ડિયાના ભાગરૂપે ફ્રી વાઈફાઈ (Wi-Fi) કેમ્પસ બન્યું છે. મુલાકાતીઓ તેમના નામ, ફોન નંબર અથવા ઈમેલ આઈડી વડે લોગ ઈન કરીને કેમ્પસમાં ફ્રી વાઈ-ફાઈ મેળવી શકશે. 
ગુજરાત સાયન્સ સિટી સુવિધાઓમાં સતત વધારો 
ગુજરાત સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો  બાળકો થી લઈને વડીલો સુધીના તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે. સાથો સાથ ગુજરાત સાયન્સ સિટી દ્વારા મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં સતત વધારા સાથે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવી  એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે સતત કામ કરી રહ્યું છે.
ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના નેજા હેઠળ કામ કરતી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC)દેશમાં મોટા પાયે વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. સમાજ અને યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવા સમયાંતરે વિવિધ હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ અને માઇન્ડ-ઓન એક્સપોઝર દ્વારા નવીન પ્રાયોગિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાયન્સ સિટી આગામી પેઢીને ટેકનિકલી પારંગત બનાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો પ્રયત્ન કરે છે, જે "ડિજિટલ ઈન્ડિયા"ના વિઝનને જીવનમાં લાવવામાં મદદ કરે  છે. 
આ પણ  વાંચો - રાષ્ટ્રીય લેવલના તહેવારો થકી ટુરીઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફુકાયા, 2023 માં ટુરીઝમ ઉદ્યોગ 5000 કરોડનું જાદુઈ આંક ક્રોસ કરશે: TAFI
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadDigitalIndiaFreeWiFiGujaratFirstGujaratScienceCity
Next Article