Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના ગ્રામીણ ગરીબ, આદિવાસીઓ માતા બહેનોને આ હોસ્પિટલથી લાભ મળશે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદીએ  આજે ધરમપુરમાં અદ્યતન હોસ્પિટલનું આજે વર્ચ્યુલી ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતાં, આ પ્રસંગે વડાપ્રધાને લોકોને વર્ચુઅલી સંબોધ્યા હતાં. તેમણે કહ્યું કે હવે અહીંના લોકોએ ઓપરેશન માટે મોટાં શહેરોમાં નહીં જવું પડે. 1 લાખથી વધુ દર્દીઓને સારવાર અપાઇPM મોદીએ ધરમપુરમાં અદ્યતન હોસ્પàª
ગુજરાતના ગ્રામીણ ગરીબ  આદિવાસીઓ માતા બહેનોને આ હોસ્પિટલથી લાભ મળશે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન મોદીએ  આજે ધરમપુરમાં અદ્યતન હોસ્પિટલનું આજે વર્ચ્યુલી ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતાં, આ પ્રસંગે વડાપ્રધાને લોકોને વર્ચુઅલી સંબોધ્યા હતાં. તેમણે કહ્યું કે હવે અહીંના લોકોએ ઓપરેશન માટે મોટાં શહેરોમાં નહીં જવું પડે. 


1 લાખથી વધુ દર્દીઓને સારવાર અપાઇ

PM મોદીએ ધરમપુરમાં અદ્યતન હોસ્પિટલનું વર્ચ્યુલ ઉદ્ધાટનકરતાં કહ્યું કે આ સામાજીક  સંસ્થા જરૂરિયાતમંદ પરિવારોને સારી સારવાર મળશે. ડાંગના ધરમપુર તાલુકાના લોકોને અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા ગત વર્ષે 1 લાખથી વધુ દર્દીઓને સારવાર અપાઇ.  તાલુકામાં એમ્બ્યુલન્સ થકીથી પણ સારવાર આપે છે. 200 કરોડથી વધુના ખર્ચે 8 એકર જમીનમાં અદ્યતન હોસ્પિટલ તૈયાર કરાઇ છે. 


આદિવાસીઓ માતા બહેનોને આ હોસ્પિટલથી લાભ મળશે
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ લોકો સાથે સીધો સંવાદ કરતાં  કહ્યું  કેશાસ્ત્રોમાં કહેવાયું છે, 100 જીવતી ગુણાયસ્ય, ધર્મો યસ્ય જીવતી, એટલે જેમના ગુણધર્મ જેમના કર્તવ્ય જીવીત રહે છે તે જીવીત રહે છે, અમર રહે છે. જેમના કર્મ અમર હોય છે તેમની ઉર્જા અને પ્રેરણા પેઢીઓ સુધી સમાજની સેવા કરતી રહે છે. ધરમપુરનો આજનો કાર્યકર્મ આજ શાસ્વત ભાવનું પ્રતિક છે.  જેના ગુણધર્મ અને કર્મ અમર હોય છે તેની ઉર્જા અને પ્રેરણાદાયી હોય છે, શ્રીમદ્ રાજચંદ્ર પણ એવા જ વિભૂતિ હતાં જેમનું જીવન અનેક સામાજીક મિશન માટે પ્રેરણા બની ગયું, આજનો કાર્યક્રમ તે જ પ્રેરણાનું પ્રતીક છે. સાથે જ અહીંના રિસર્ચ સેન્ટરમાં મહિલાઓ ગુજરાતના ગ્રામીણ ગરીબ, આદિવાસીઓ માતા બહેનોને આ હોસ્પિટલથી લાભ મળશે. આ સમગ્ર સુવિધા માટે સંસ્થાના સમગ્ર લોકોનો આભાર માનું છું. આજે જ્યારે ઘર્મપુરનો વિશાળ જનસાગર દેખાય છે, અને ખાસ કરીને રણછોડ દાસ મોદીને યાદ કર્યા  સાથે જ આ પ્રસંગે વડાપ્રધાને ગુજરાત સાથેનો ઘરોબો યાદ કરતાં કહ્યું કે સૌની વચ્ચે રહેતો હતો. ત્યાના તમામ સ્થળો અને લોકો મજાના છે.  મને આનંદ એ વાતનો છે કે અહીં  વિદેશથી લોકો સેવા આપવા જોડાય છે. અહીં સમાજભક્તિના  જે બીજ વાવ્યા હતાં તે શ્રી મદ્ રાજચંદ્ર મિશન સાથે મારો જૂનો નાતો છે. માંરુ મન સન્માનથી ઉંચુ થાય છે જ્યારે સમાજમાં તેજીથી બદલાવ  આવે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન આરેગ્ય ક્ષેત્રે સેવાનું કામ કરે છે. હવે આ સેન્ટરથી ઉત્તમ ઇલાજ બધા માટે સુલભ થશે. 

મહાત્મગાંધીના વિચારો તેમનાથી પ્રભાવિત હતાં
જે  આ દેશના સ્વાસ્થ્ય વિઝનને સાકાર કરશે, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ એ તમામ વિભૂતિએને યાદ કરે છે જેમણે દેશને ગુલામીમાંથી આઝાદ કર્યો, આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે બહુ જલ્દી શ્રીમદ્ રાજચંદ્રને ખોઇ દીધા, પૂજ્ય મહાત્મા ગાંધીએ કહ્યું કે, શ્રીમદ્ માટે માત્ર એક જ જીવન કાફી છે. મહાત્મગાંધીના વિચારો તેમનાથી પ્રભાવિત હતાં. આજે આ હોસ્પિટલ બનાવમાં રાકેશજીની દર્ષ્ટિ અને આદરણીય રણછોડદાસ મોદીને સમર્પિત કર્યુ તે આદરભાવ છે. જે દેશની આધ્યાત્મિક ચેતના માટે મહત્ત્વપૂર્ણ છે. આ રિચર્ચ સેન્ટરથી મહિલાઓને આગળ વધવામાં મદદ મળશે. પોતાની કવિતામાં શ્રીમદ્રાજચંદ્રએ તે સમયે લોક ચેતના માટે મહિલાની સશક્તીકરણની કવિતા લખી, સાામાજીક દૂષણ  માટે  મહિલાઓને શિક્ષિત હોવું જરુરી છે. આજે પણ આપણે આ કામને આગળ વધાર્યું છે. કેન્દ્ર સરકાર પણ આજ વિચાર સાથે સ્ત્રી શક્તીકરણ માટે કટિબદ્ધ છે. આજે દેશ આ જ દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતની સ્વાસ્થ્યનિતિમાં રાષ્ટ્રવ્યાપી  કોરોના રસીકરણ તેમજ દેશમાં પશુઘનને બચાવવા 90 લાખથી વધુ પશુઓનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમને પણ બીમારીઓથી બચાવવમાં આવી રહ્યાં છે,  દેશભરના પશુઓને બચાવવમાં આવી રહ્યાં છે. 
 
પ્રિકોશન ડોઝ ન લીધો હોય તો લેવા અપીલ 
સાથે જ વડા પ્રધાને કહ્યું કે શ્રીમદ રાજચંદ્રાચાર્યના પ્રયાસો આજે પણ બહુ કલ્પીય છે. આજની યુવા પેઢી સામે ઇનોવેશન, સાહસ, ઇચ્છા અનેશક્તિ છે, તેમનામાં સેવા ભાવના જાગૃત થવી જોઇએ. આપણા ત્યાં કોરોના માટે 3જી રસી હાલમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં 75 દિવસ સુધી મફત મળી રહી છે. અહીં બેઠેલાં લોકોને પ્રિકોશન ડોઝ ન લીધો હોય તો લેવા મારી  અપીલ છે, આજે રુબુરુ આવવાનો મોકો મળ્યો હોત તો વિશેષ આનંદ થાત આવીશ ત્યારે હોસ્પિટલ જરુર આવીશ. તમારા કાર્યની સુવાસ દેશ દુનિયાના ખૂણે ફેલાય તેવી શુભકામના વ્યક્ત કરુ છું. 
Advertisement
Tags :
Advertisement

.