Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સેમિકન્ડક્ટરમાં એમ.ઓયુ, અંદાજિત 1 લાખ લોકોને રોજગારીની તક, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત

આજે ગુજરાતમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થવા પર 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમનું  મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજ્ય સરકારના આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. સાથે જ આજે  રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે છે, તેમની હાજરીમાં વિવિધ વિકાસના કામોનું નિરીક્à
સેમિકન્ડક્ટરમાં એમ ઓયુ  અંદાજિત 1 લાખ લોકોને રોજગારીની તક  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત
આજે ગુજરાતમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થવા પર 'વિશ્વાસથી વિકાસ યાત્રા' કાર્યક્રમનું  મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજ્ય સરકારના આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. સાથે જ આજે  રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે છે, તેમની હાજરીમાં વિવિધ વિકાસના કામોનું નિરીક્ષણ કર્યું હતું. 

Advertisement



1 લાખ યુવાનો માટે રોજગારીની તકો
આજે ગુજરાત કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સંપન્ન થયેલા મહત્વપૂર્ણ એમઓયુ અંતર્ગત દેશના રાજ્યોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ સૌથી મોટું રોકાણ હશે, જે અંદાજિત લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. રાજ્યના 1 લાખ યુવાનો માટે રોજગારીની તકો ઉપલ્બધ કરાવાશે. તાજેતરમાં ગુજરાતે ડેટિકેટેટ સેમિકન્ડક્ટર પોલિસી શરૂ કરી છે. #DoubleEngineSarkar ના આ એમઓયુ ગુજરાતના આજે ગુજરાતમાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થવા પર પ્રદેશ ભાજપ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં તાજેતરમાં જ ગુજરાત સકરતા દ્વારા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરવા ખાસ પોલીસી બનાવાઇ હતી, હવે આ ક્ષેત્રમાં રોકાણને વધુ વેગ આપશે. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્સના ઉત્પાદન માટે વેદાંત-ફોક્સકોન ગ્રૂપ સાથે ₹1.54 લાખ કરોડના MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં સંપન્ન થયેલા આ મહત્વપૂર્ણ એમઓયુ અંતર્ગત દેશના રાજ્યોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે આ સૌથી મોટું રોકાણ હશે, જે અંદાજિત લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. રાજ્યના 1 લાખ યુવાનોને ફાયદો થશે.
 

Advertisement


અમદાવાદની ઓળખ સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, અને પતંગની ડિઝાઇન 
અમદાવાદમાં કેન્દ્રીય રેલ્વે મંત્રીશ્રીએ બુલેટ ટ્રેનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુસિવ વાતચીત કરતાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અને બુલેટ ટ્રેનથી અમદાવાદ- મુંબઇને હાઇ સ્પીડે જોડાતા વિકાસ પણ વેગવંતો બનશે, સાથે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડિઝાઇનમાં અમદાવાદની ઓળખ એલી સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, અને પતંગની ડિઝાઇન બનાવવમાં આવશે, સાથે જ આ ટ્રેનથી વ્યપાર ઉદ્ધયોગ પણ સરળ થશો  તેવી આશા રેલ્વે મંત્રીએ વ્યક્ત કરી હતી. 

Tags :
Advertisement

.