Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કિંગ ખાન સામેની અરજી ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી, જાણો શું છે સમગ્ર મામલો

ફિલ્મ રઇસન પ્રમોશન વ્વાદ પર આજે ગુજરાત હાઇકોર્ટે અરજી રદ કરી છે. કિંગ ખાનની ફિલ્મ રઇશના પ્રમોશન સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર થયેલી ધક્કા-મુક્કીમાં એક વ્યક્તિનાં મોત અંગે શાહરૂખ ખાનની સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી. આ અરજી પર આજે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  જે ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે આજે રદ કરી છે. અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે  આજે મોટી રાહત àª
કિંગ ખાન સામેની અરજી ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી  જાણો શું છે સમગ્ર મામલો
ફિલ્મ રઇસન પ્રમોશન વ્વાદ પર આજે ગુજરાત હાઇકોર્ટે અરજી રદ કરી છે. કિંગ ખાનની ફિલ્મ રઇશના પ્રમોશન સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર થયેલી ધક્કા-મુક્કીમાં એક વ્યક્તિનાં મોત અંગે શાહરૂખ ખાનની સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી. આ અરજી પર આજે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  જે ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે આજે રદ કરી છે. 

અભિનેતા શાહરૂખ ખાનને ગુજરાત હાઇકોર્ટે  આજે મોટી રાહત આપી છે. વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશનમાં થયેલા વિવાદમાં થયેલી અરજી કોર્ટે રદ્દ કરી દીધી છે. વડોદરામાં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન આવ્યો હતો.  આ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારે શાહરુખ ખાનને જવાબદાર ગણીને ફરિયાદ કરી હતી. જેને રદ્દ કરવા શાહરૂખ ખાને વકીલ મારફત હાઈકોર્ટમાં અરજી કારઇ હતી. 

શું છે સમગ્ર મામલો 
વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશનને લઈ  સર્જાયો હતો વિવાદ. વડોદરા સ્ટેશને 23 જાન્યુઆરી 2017ના રોજ રાત્રે 10 વાગ્યે ફિલ્મ અભિનેતા  શાહરૂખ ખાન મુંબઈથી દિલ્હી જતી ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનમાં ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યો હતો. ટ્રેનના કોચ નંબર A-4માં, કે જ્યાં તેનું બુકિંગ ન હતું,  છતાં ત્યાંથી  પ્રમોશનલ એક્ટિવિટી કરી હોવાનો આરોપ હતો. અભિનેતાના શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર  ફેન્સની ભારે  ભીડ એકઠી થઈ હતી.  અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું  ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ  અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ  ઘટનામાં ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.
અગાઉની સુનાવણીમાં શું શું થઈ રજૂઆતો?
 આ કેસ અંગે આ પહેલાં પણ હાઇકોર્ટમાં અનેક વખત સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે તારણ કાઢ્યું હતું કે શાહરૂખ ખાનને જોવા લોકો અતિરેકમાં દોડ્યા હતા. લોકોએ અન્ય કોઇના જીવની ચિંતા કર્યા વિના દોટ મુકી હતી. આ કેસમાં માત્ર શાહરૂખની બેદરકારી ગણી શકાય નહીં. અગાઉની સુનાવણીઓમાં ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના વકીલે રજૂઆત કરતા કહ્યું કે, શાહરુખ ખાન માફી માંગવા તૈયાર છે. મૃતકના પરિજનને વળતર ચુકવવા પણ તૈયાર છે. પણ પરિવારે સમગ્ર મામલે શાહરુખ ખાનને દોષિત માન્યો હતો. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આજે હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં શાહરુખ ખાન સામે નોંધાયેલી ફરિયાદને કોર્ટે રદ કરી દીધી છે.
Advertisement
Tags :
Advertisement

.