સૂર મધુર ગ્રૂપ પરિવાર દ્વારા ગુજરાતી ગીતોથી ગુજરાત સ્થાપના દિવસની કરાશે ઉજવણી
1લી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતીઓ અને ગુજરાતના લોકો અલગ અલગ કાર્યક્રમો કરીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે સૂર મધુર ગ્રૂપ પરિવાર દ્વારા ગુજરાતી ગીતોથી આ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતની યશગાથા માટેના ગીતો આવતીકાલે રજૂ કરવામાં આવશે. અર્પણા ભટ્ટ પંડ્યા અને લીનાબેન ઠક્કર દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે ઘણા કલાકારો જોડાઈને ટીમ બની
09:55 AM Apr 30, 2022 IST
|
Vipul Pandya
1લી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ. ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતીઓ અને ગુજરાતના લોકો અલગ અલગ કાર્યક્રમો કરીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે સૂર મધુર ગ્રૂપ પરિવાર દ્વારા ગુજરાતી ગીતોથી આ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતની યશગાથા માટેના ગીતો આવતીકાલે રજૂ કરવામાં આવશે. અર્પણા ભટ્ટ પંડ્યા અને લીનાબેન ઠક્કર દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજે ઘણા કલાકારો જોડાઈને ટીમ બની ચૂકી છે. 3 બહેનપણીઓએ મળીને આ ગ્રૂપ બનાવ્યું છે અને તેમના દ્વારા અલગ-અલગ સંગીતના કાર્યક્રમો કરાતા હોય છે. તેવામાં આવતીકાલ માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 કરતા વધુ નવોદિત ગીતકારોની ટીમ કાર્યક્રમ રજૂ કરશે.
Next Article