Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત આમ જ વિશ્વના નક્શા પર ઝળહળતું રહે !

આપણા સહુના પ્રિય ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સહુ ગુજરાતી ભાઈ-બહેનોને શુભ કામનાઓ પાઠવીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા વર્ષોમાં આપણું ગુજરાત હજુ વધારે સર્વગ્રાહી પ્રગતિના સોપાનો સર કરે અને દેશ અને દુનિયામાં એની ઊભી થયેલી ઓળખ બરકરાર રાખે.'ઘસાઈને ઉજળા થવું'એજ એમનો જીવનમંત્ર હતો એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય રવિશંકર દાદાના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવાàª
10:24 AM May 01, 2022 IST | Vipul Pandya
આપણા સહુના પ્રિય ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સહુ ગુજરાતી ભાઈ-બહેનોને શુભ કામનાઓ પાઠવીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા વર્ષોમાં આપણું ગુજરાત હજુ વધારે સર્વગ્રાહી પ્રગતિના સોપાનો સર કરે અને દેશ અને દુનિયામાં એની ઊભી થયેલી ઓળખ બરકરાર રાખે.
"ઘસાઈને ઉજળા થવું"એજ એમનો જીવનમંત્ર હતો એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય રવિશંકર દાદાના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી અને તેથી પ્રત્યેક ગુજરાતી એ પૂજ્ય રવિશંકર દાદાની શિખામણ ઘસાઈને ઉજળા થવું યાદ રાખવા જેવી છે. આપણે માત્ર આપણા માટે જીવવાનું નથી પણ અન્ય માટે બીજાને માટે જે કંઈ આપણાથી થઈ શકે તે કરવું. એટલું જ નહીં એ અભિમાન રાખ્યા વિના કે એનો કોઈ પ્રસાર કે પ્રચાર કર્યા વિના આપણા પાડોશીને આપણા વજનને આપણા મિત્ર ને કે આપણા રાજ્યના કોઇપણ તક વંચિત વર્ગ સમૂહના ભાઈ-બહેનને થઈ શકે તેટલી મદદ કરવી એ પૂજ્ય દાદાનું ગુજરાત રાજ્યની સ્થાપના દિને આપણને આપેલો મહામંત્ર છે.
    આજે આપણે આનંદ અને ગૌરવ સાથે કહી શકીએ એમ છીએ કે ગુજરાતી એ બીજા કોઈપણ માનવ માટે ઘસાઈ છૂટવામાં ક્યારેય પાછી પાની કરી નથી. ગુજરાતી આફતો આવી માનવસર્જિત તોફાનો પણ આવ્યા અને ગયા અને હમણાં હમણાં કોરોના મહામારીના વિષમ સંજોગોમાં પણ આપણા ગુજરાતી નાગરિકે ગુજરાતીપણાની ઓળખ અને અસ્મિતાને ખંડિત થવા દીધી નથી એનું આપણને સૌને ભારે ગૌરવ હોવું ઘટે.
આજની નવી પેઢીને ગુજરાત રાજ્યની સ્થાપના પૂર્વેના વિભક્ત ગુજરાત એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગા થઈને બનેલા રાજ્યની અને એ સ્થિતિની બહુ જાજી માહિતી ન હોય એ સમજી શકાય છે.
સ્વર્ગસ્થ ઈન્દુલાલ યાજ્ઞિકથી માંડીને અનેક ગુજરાતી મહાપુરુષોએ દ્વિભાષી રાજ્યની ફોર્મ્યુલા મુકીને  ગુજરાત રાજ્યની સ્થાપના માટે ઘણા વર્ષો સુધી અખંડ તપશ્ચર્યા કરી છે, કાર્યક્રમો આપ્યા છે - અને છેવટે જીત પણ મેળવી છે અને એ રીતે પહેલી મે ૧૯૬૦ના રોજ આપણું પોતાનું ગુજરાત રાજ્ય આપણે પ્રાપ્ત કરી શકયા છીએ.
આજે ગુજરાત એના વિકાસથી એક રોલ મોડેલ રાજ્ય તરીકે દેશમાં નામ મેળવી ચૂક્યું છે. આપણું અમદાવાદ દુનિયાના નકશા ઉપર એક ઉત્તમ શહેર તરીકે સ્વીકૃત થયું છે. આ તમામ બાબતો આપણા માટે ગૌરવનો વિષય બને છે પણ સાથે સાથે આપણી કેટલીક જવાબદારીઓ પણ આપણને યાદ અપાવે છે.
આજે અંગ્રેજી માધ્યમની શાળાઓના આકર્ષણની ભરતીમાં આપણી નવી પેઢી આપણી માતૃભાષાથી દૂર ધકેલાતી હોય એવા સંજોગો જોવા મળે છે. જાણીતા લેખક અને અધ્યાપક પ્રોફેસર ફાધર વાલેસ કહેતા હતા કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. આપણા ગુજરાતની પોતાની એક ભાતીગળ સંસ્કૃતિ છે. આપણા આદિવાસી ભાઈ-બહેનોની જીવનશૈલી આપણા ઉત્તર ગુજરાતની ખેડૂત મહિલાઓનું કૌવત,  આપણું કચ્છ અને તેનું રણ અને તેની શોભા આપણા અરવલ્લી પર્વતની ગિરિમાળાઓની નીચે આપણા સૌને આસ્થા અને શક્તિ પુરા પાડતા માં અંબાજીનું ધામ કે પછી દરિયાકિનારે બેઠેલા જય સોમનાથ. આપણું પંચમહાલ જીલ્લો આપણા ડાંગ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય અને આપણો વિશાળ દરિયાકિનારો-આ બધા ભેગા થઈને ગુજરાતની ઓળખ બને છે. ગુજરાતી જીવનશૈલી, ગુજરાતી પહેરવેશ, ગુજરાતી ખાનપાન, ગુજરાતી પરિવાર પદ્ધતિ, ગુજરાતની આગવી આતિથ્ય ભાવના અને ગુજરાતી ડહાપણ  અને શાણપણ આખી દુનિયામાં ડંકો વગાડી ચૂક્યા છે. ત્યારે આપણું એક ગુજરાતીપણું કહેવાતા અંગ્રેજી ભાષાના ઘોડાપૂરમાં કે ભૂલાઇ ન જાય તેની તકેદારી રાખવાનું આજે ગુજરાતના સ્થાપના દિને આપણે સંકલ્પ લેવો જોઈશે.
     હેમચંદ્રાચાર્ય, સિધ્ધરાજ જયસિંહ, નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી,  સર સયાજીરાવ ગાયકવાડ અને નર્મદથી નરેન્દ્ર મોદી સુધીની વિશેષ વ્યક્તિ પ્રતિભાઓએ સમય સમય પર ગુજરાતની ઓળખ અને અસ્મિતાને દુનિયાના ચોકમાં ગુંજતી અને ગાજતી કરવા માટે યથાશક્તિ પ્રયત્નો કર્યા છે. એ સૌ પ્રતિભાવના પુરુષાર્થને આપણે સલામ કરીએ અને સાથે સાથે એવો સંકલ્પ પણ લઈએ કે સાચા અર્થમાં" આપણું ગુજરાત આ ગુજરાત" હતું છે અને કાયમ જળવાઈ રહે તે માટે એક ગુજરાતી તરીકે આજે આપણે ફરીથી આપણા પ્રિય ગુજરાત રાજ્યને સમર્પિત થઈએ અને તેના વિકાસ માટે પુનઃ પ્રતિબધ્ધ અને કટિબદ્ધ થઈએ અને મા જગદંબાને પ્રાર્થના કરીએ કે આ ગુજરાત આજ રીતે વિશ્વના અને દેશના નકશા ઉપર જ ઝળહળતું રહેશે,"જય જય ગરવી ગુજરાત"
Tags :
62thgujaratfoundationdayGuajratGujaratFirstgujaratfoundationday2022
Next Article