Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાષ્ટ્રહિતમાં પહેલ કરનાર પ્રથમ મીડિયા-હાઉસ ગુજરાત ફર્સ્ટ દ્વારા આણંદ ખાતે યોજાઇ તિરંગા યાત્રા

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવવણીના ભાગરૂપે દેશભરમાં લોકો હાલમાં તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા અભિયાાન વેગવંતુ થઇ રહ્યું છે. ત્યારે આ દેશભક્તિની ઉજવણીના ભાગરુપ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે આણંદ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં સ્થાનિક લોકો રંગેચંગે જોડાયેલા છે. 150થી વધુ બાઇક સવારો આ યાત્રામાં જોડાયા હતાં.  આ સાથે જ ગુજરાતના 33 à
06:42 AM Aug 09, 2022 IST | Vipul Pandya
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવવણીના ભાગરૂપે દેશભરમાં લોકો હાલમાં તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા અભિયાાન વેગવંતુ થઇ રહ્યું છે. ત્યારે આ દેશભક્તિની ઉજવણીના ભાગરુપ ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે આણંદ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં સ્થાનિક લોકો રંગેચંગે જોડાયેલા છે. 
150થી વધુ બાઇક સવારો આ યાત્રામાં જોડાયા હતાં.  આ સાથે જ ગુજરાતના 33 જીલ્લા અને 75 શહેરોમાં તિરંગા યાત્રાનું ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજન કરાયું છે. જેનાથી લોકોને દેશભક્તિની ભાવના ઉજાગર થાય. 

રાષ્ટ્રહિતમાં પહેલ કરતું દેશનું પ્રથમ મીડિયા-હાઉસ દ્વારા આજે  આણંદ ખાતે ગુજરાત ફર્સ્ટની તિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો.   ગુજરાતના 33 જિલ્લા અને 75 શહેરમાં નીકળનારી આ તિરંગા યાત્રા  યાત્રા 7,500 કી.મીનો વિસ્તારમાં ફરશે. જેમાં 150થી વધુ બાઈક સવારો તિરંગાયાત્રા સાથે જોડાશે.
તેેમજ  ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકોને જોડવા આપશે પ્રેરણા આપશે.  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ઉજવણી કરાઇ રહી છે લોકો શાનથી દેશભક્તિના રંગે રંગાઇને દેશની આઝાદીનું અમૃત વર્ષ મનાવી રહ્યાં છે. 
 
આ પણ વાંચો- આઝાદી કા અમૃત મહોત્સવમાં આત્મીય ગ્રીન સ્કૂલની અનોખી પહેલ
 
Tags :
AzadiKaAmritMahotsavGujaratFirstGujaratFirst'sTirngaYatraTirangayatraatAnand
Next Article