Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ગુજરાત ફર્સ્ટ'નો પર્દાફાશ, મહેસાણાના ભાંડુમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયો

મહેસાણાના ભાંડુ ખાતે આવેલા ગેરકાયદે બાયોડીઝલ પંપ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અહીં ચાલી રહેલા ગેરકાયદેસર કારોબારનો ગુજરાત ફર્સ્ટે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 'ગુજરાત ફર્સ્ટ' એ પ્રસારિત કરેલા સ્ટીંગ ઓપરેશન બાદ તુરત જ હરકતમાં આવેલી મહેસાણા પોલીસે દરોડા પાડી ચાર કર્મચારીઓની અટકાયત કરી હતી. મામલતદાર દ્વારા બાયોડીઝલ પંપને સીલ કરવામા  આવ્યો છે. ઉપરાંત 7 હજાર
 ગુજરાત ફર્સ્ટ નો પર્દાફાશ  મહેસાણાના ભાંડુમાં ગેરકાયદે બાયોડીઝલ પંપ ઝડપાયો
મહેસાણાના ભાંડુ ખાતે આવેલા ગેરકાયદે બાયોડીઝલ પંપ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અહીં ચાલી રહેલા ગેરકાયદેસર કારોબારનો ગુજરાત ફર્સ્ટે કરેલા સ્ટીંગ ઓપરેશનમાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 'ગુજરાત ફર્સ્ટ' એ પ્રસારિત કરેલા સ્ટીંગ ઓપરેશન બાદ તુરત જ હરકતમાં આવેલી મહેસાણા પોલીસે દરોડા પાડી ચાર કર્મચારીઓની અટકાયત કરી હતી. મામલતદાર દ્વારા બાયોડીઝલ પંપને સીલ કરવામા  આવ્યો છે. ઉપરાંત 7 હજાર લીટરથી વધુ બાયોડીઝલના જથ્થાને પણ સીઝ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલીંગની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. 
'ગુજરાત ફર્સ્ટ' સૌથી પહેલાં પહોંચ્યું 
મહત્વનું છે ગુજરાત ફર્સ્ટને મળેલી બાતમીને આધારે આ પંપ ઘણા સમયથી જાહેર રોડ પર મોટે પાયે બાયોડીઝલ વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું અને ગુજરાતે ફર્સ્ટે આ સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કર્યો હતો. રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પાબંધી છે અને તે વેચવું ગુનો બને છે, પરંતુ કેટલાક વેપારીઓ આ કાયદાને જાણે કે ઘોળી ને પી ગયા છે. બીજી તરફ સરકારી બાબુઓ પણ ભ્રષ્ટાચારના ઓથાર હેઠળ જાણે કે કુંભકર્ણની નિંદ્રામાં તલ્લીન છે. જો કે આ સ્ટીંગ ઓપરેશન પ્રસારિત થતા જ મહેસાણા એસપીએ તપાસના આદેશ આપ્યા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.
ભાડુંમાં સ્ટીંગ ઓપરેશન 
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ  મુકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હેઠળ બાયોડીઝલનું વેચાણ કરવું  ગુનો બને છે. પ્રશાસન દ્વારા ભૂતકાળમાં રાજ્યમાં ઘણી જગ્યાઓ પર રેડ કરી બાયોડિઝલના પંપોનો સફાયો પણ કરવામા આવ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણાથી આગળ ભાંડુ ગામ પાસે આવેલી હોટેલ ધરતી સતીમાતા ખાતે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું જયાં ગેરકાયદેસર રીતે વેચાણ થઇ રહેલા બાયોડીઝલ પંપનો પર્દાફાશ કરાયો હતો. અહીં ગુજરાત ફર્સ્ટની ટીમે પહોંચીને જોયું તો હોટેલના ખૂણા પર વગડામાં બનાવેલું આ યુનિટ દૂરથી જોતા લાગે જ નહીં કે આ કોઈ પેટ્રોલ પંપ હશે. ત્યારબાદ પંચરની દુકાનવાળાએ પંપના રહસ્ય ખોલવાનું શરુ કર્યુ હતું.  
બાયોડીઝલ શું છે 
ડીલર ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમના ટ્રેઝરર તનસુખ પરમાર કહે છે કે, અખાદ્ય વનસ્પતિ તેલ અને રિસાઈકલ તેલ વગેરેમાંથી મેળવવામાં આવેલા મિથાઈલ અથવા ઈથાઈલ એસ્ટરનું મિશ્રણ અટેલે બાયોડીઝલ બી-100 તરીકે ઓળખાય છે. જે હાઈસ્પીડ ડીઝલ ઈંધણ સાથે તુલનાત્મક મુખ્ય ગુણધર્મોને કારણે કમ્પ્રેશન ઈગ્નીશન એન્જીનમાં ઉપયોગ કરી શકાય છે. બાયોડીઝલ એ પરંપરાગત પેટ્રોલ ડીઝલ જેવા અશ્મિગત ઈંધણ કરતા અમુક બાબતે વધુ ફાયદાકારક છે. મોટાભાગના ડીઝલ ઉપકરણોમાં ડિઝલ સાથે મિશ્રણ કરીને ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય છે.. તેના ફાયદા એ છે કે ગ્લોબલ વોર્મીગ અને ગેસના ઉત્સર્જનને ઘટાડે છે તેમજ તે ઝેરી અસરો રહિત છે. પરંતુ આ બાયોડીઝલને પેટ્રોલિયમ કંપનીઓ જ મિશ્રણ માટે ઉપયોગ કરી શકે છે તેથી ડીઝલના ભાવ નિયંત્રણ અને વાતાવરણને પણ પ્રદૂષિત થતા રોકી શકાય છે.
મહેસાણા એસપીની તપાસ 
'ગુજરાત ફર્સ્ટ'ના અહેવાલનો સીધો પડધો પડ્યો હતો અને મહેસાણાં એસપીના આદેશ બાદ મહેસાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ફર્સ્ટનું સ્ટીંગ ઓપરેશન પ્રકાશિત થતા જ પોલીસે ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેટ્રોલ પંપ પર કાર્યરત 4 કર્મચારીઓની અટકાયત કરવામા આવી હતી અને સમગ્ર પેટ્રોલપંપને સીઝ પણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. મામલતદાર દ્વારા બાયોડીઝલ પંપને સીલ કરવામાં આવ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.