Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં ફરી લેટર બૉમ્બ, કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજકારણ ગરમાયુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી. જે. ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ સહિતનાએ મળીને આ પત્ર લખ્યો છે. કોંગ્રેસના આ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માગતા હોવાની ચર્ચા થઇ àª
ગુજરાતમાં ફરી લેટર બૉમ્બ  કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજકારણ ગરમાયુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી. જે. ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈ સહિતનાએ મળીને આ પત્ર લખ્યો છે. કોંગ્રેસના આ ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માગતા હોવાની ચર્ચા થઇ રહી છે.
પત્રને લઇ ધારાસભ્ય લલિત કાગથરાનું નિવેદન 
તમામ વર્ગ ભાજપથી નારાજ છતા ભાજપ કેમ જીતે છે એ ચર્ચા રાહુલજી સાથે કરવી છે. અમે આ લેટરની એક કોપી પ્રભારી રઘુ શર્માને પણ મોકલી છે. 
પત્રને લઇકોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું નિવેદન
પત્ર અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખએ જણાવ્યું છે કે, 'કોંગ્રેસ ડેમોક્રેટિક પાર્ટી છે. અમારા MLA  હાઇકમાન્ડને મળવા માંગે છે અને તે મળી પણ શકે છે. અમારા આગેવાન જવાબદાર અને ખૂબ જ મજબૂત છે અને ભાજપ ભાજપ ખરીદપ્રોતનું રાજકારણ કરે છે.'  
Advertisement
Tags :
Advertisement

.