Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલની ભારત જોડો યાત્રામાં ગુજરાત કોંગ્રેસના નેતા જોડાયા, જાણો શું કહ્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો જનતાને રીઝવવાની પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ કડીમાં કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે. જેને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સમર્થકોની વિશાળ ભીડ સાથે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે કેરળમાં ભારત જોડો યાત્રાના છેલ્લા તબક્કાની શરૂઆત કરી છે. ત્યારે આ યાત્રામાં ગુજરાતના કોંગ્રેસના નેતા પણ હિસ્
રાહુલની ભારત જોડો યાત્રામાં ગુજરાત કોંગ્રેસના નેતા જોડાયા  જાણો શું કહ્યું
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો જનતાને રીઝવવાની પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ કડીમાં કોંગ્રેસે ભારત જોડો યાત્રા શરૂ કરી છે. જેને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સમર્થકોની વિશાળ ભીડ સાથે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે કેરળમાં ભારત જોડો યાત્રાના છેલ્લા તબક્કાની શરૂઆત કરી છે. ત્યારે આ યાત્રામાં ગુજરાતના કોંગ્રેસના નેતા પણ હિસ્સો બનવા પહોંચી ગયા છે.
ભારત જોડો યાત્રાનો હિસ્સો બન્યા નૌસાદ સોલંકી
ગુજરાતના દસાડાના ધારાસભ્ય નૌસાદ સોલંકી આ ભારત જોડો યાત્રાનો હિસ્સો બનવા કેરળ પહોંચી ગયા છે. આ યાત્રા કેરળના ચુંગાથરા ખાતે માર્થોમા કોલેજ જંકશનથી ફરી શરૂ થઈ હતી. લગભગ 8.6 કિમીનું અંતર કાપ્યા બાદ વાઝીકાદવુ ખાતે CKHS મનીમૂલી ખાતે આ યાત્રામાં સામેલ લોકોએ વિરામ લીધો. જ્યાથી નૌસાદ સોલંકી એક વિડીયો જાહેર કરી તે આ યાત્રાને લઇને શું અનુભવ કરી રહ્યા છે તે વિશે જણાવ્યું હતું. તેમણે પોતાના વિડીયોમાં કહ્યું કે, "હુ ભારત જોડો યાત્રામાં ભાગ લેવા માટે આવ્યો છું. આવનારા અનેક વર્ષો સુધી આ યાત્રાએ ભારતના ઈતિહાસમાં અમર થવાની અને આ કેરળનું અંતિમ છોર અને આવતીકાલે કર્ણાટકાની બોર્ડરની શરૂઆત થશે. હુ આ યાત્રાનો ભાગ બનીને આજે સવારથી યાજ્ઞત્રાની સાથે ચાલવું મારા જીવનની એક અમૂલ્ય ઘડી છે. આ મારા જીવનનો એક યાદગાર હિસ્સો બની રહેશે. રાહુલજીની આ ભારત જોડો યાત્રાને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આ યાત્રા આવનાર સમયમાં ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર ચર્ચા થઇ રહી છે. એક વ્યક્તિ 3,700 કિમી કરતા વધુની યાત્રા માટે નિકળ્યો છે અને ભારત તેની સાથે જોડાઇ રહ્યું છે. જય હિન્દ, જય ભારત."
ટ્વીટ કરી પોતાનો અનુભવ કર્યો શેર
વળી આ દરમિયાન તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરતા લખ્યું કે, જ્યારે દેશને એક કરવાની વાત આવે છે ત્યારે આપણે ખભે ખભેથી ખભા મિલાવીને ઊભા રહીશું. આપણે આઝાદીની લડાઈ જોઈ નથી, પણ આજે ભારત જોડો યાત્રામાં જોડાઈને આપણે એ ક્ષણ ચોક્કસ અનુભવી જે ખૂબ જ સુખદ હતી. આજે કેરળના ચુંગાથરાથી મનીમૂલી સુધીની યાત્રામાં ભાગ લીધો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 19મો દિવસ ગુરુવારનો દિવસ કેરળથી શરૂ થયો હતો. રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના સેંકડો કાર્યકરો અને નેતાઓ તેમની સાથે કૂચ કરી રહ્યા હતા. મહત્વનું છે કે, ગઇ કાલે ભારત જોડ઼ો યાત્રા દરમિયાન એક છોકરી રાહુલ ગાંધી પાસે પહોંચી હતી અને તેમને જોઈને રડવા લાગી હતી. 
Advertisement
Tags :
Advertisement

.

×