Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાતની હરણફાળ, પવન ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર દેશમાં પ્રથમ

છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય વિવિધ ક્ષેત્રમાં વિકાસની નવી ઉચાઇ હાંસલ કરી રહ્યું છે. ખાસ કરીને ગજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. તેમાં પમ જો પવન ઉર્જાની વાત કરીએ તો આ ક્ષેત્રમાં ગુજરાતે આખા દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતની શ્રેષ્ઠ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. પવન ઉર્જા ક્ષેત્રે દેશમાં અવà«
રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાતની હરણફાળ  પવન ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર દેશમાં પ્રથમ
છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય વિવિધ ક્ષેત્રમાં વિકાસની નવી ઉચાઇ હાંસલ કરી રહ્યું છે. ખાસ કરીને ગજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. તેમાં પમ જો પવન ઉર્જાની વાત કરીએ તો આ ક્ષેત્રમાં ગુજરાતે આખા દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતની શ્રેષ્ઠ કામગીરીની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. 
પવન ઉર્જા ક્ષેત્રે દેશમાં અવ્વલ
ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય નીચે કામ કરતી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી - GEDAને ભારત સરકારના પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય (Ministry of New and Renewable Energy - MNRE) દ્વારા વર્ષ 2019-20 દરમિયાન દેશમાં સૌથી વધારે પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા હાંસલ કરવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગત  15 જૂનના દિવસે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહ દ્વારા ગુજરાત રાજ્યને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ તથા પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વિન્ડ એનર્જીની રજત જયંતિની વૈશ્વિક ઉજવણીના ભાગરુપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
સૌર ઉર્જા ક્ષેત્રે પણ કમાલ
GEDAએ ગયા વર્ષ દરમિયાન પવન ઉર્જાની 1469 MW (મેગાવોટ) સ્થાપિત ક્ષમતા હાંસલ કરી હતી, જે સમગ્ર દેશમાં સૌથા વધારે હતી. વર્તમાન સમયની વાત કરીએ તો અત્યારે રાજ્યમાં પવન ઉર્જાની 9218 MWની સ્થાપિત ક્ષમતા છે. તો બીજી તરફ સોલાર રુફટોપ ક્ષેત્રે પણ 1873 MWની સ્થાપિત ક્ષમતા સાથે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાત દેશમાં મોખરે છે. જેની સાથે ગુજરાતની કુલ સૌર ઉર્જા ક્ષમતાની વાત કરીએ તો તે 7782 MW છે.  આમ ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જાની કુલ 17000 MWની સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં પહેલા નંબરે છે.
ગુજરાતની સારી કામગીરી
ભારત સરકારના જણાવ્યા અનુસાર ગુજરાતે પુઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સારી કામગીરી કરીને ક્લાઇમેટ ચેન્જ સામે પગલા લેવમાં નોંધપાત્ર કામગીરી કરી છે. જેમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ નીચે આવતી ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે બિરદાવવામાં આવી છે. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીએ છેલ્લા પાંચ વર્ષની અંદર 1330 સરકારી મકાનો પર કુલ 23729 KW ક્ષમતાના સોલાર રુફટોપ લગાવ્યા છે. જેની પાછળ 90.32 કરોડનો ખર્ચ થયો છે. આ કામગીરીના કારણે દર વર્ષે અંદાજિત 10 કરોડ રુપિયાના વીજબિલની બચત થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.