Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2022નો આંરભ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા  23મી એપ્રિલના દિવસે અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર  ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 27 જેટલા અગ્રણી રાષ્ટ્રીય અને રિજનલ એસોસિશનના નેતાઓએ કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી દર્à
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી  ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2022નો આંરભ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્ક ફોર્સ દ્વારા  23મી એપ્રિલના દિવસે અમદાવાદના શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર  ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંબંધિત 27 જેટલા અગ્રણી રાષ્ટ્રીય અને રિજનલ એસોસિશનના નેતાઓએ કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોશ,  ઉદ્યોગ મંત્રી  જગદીશ વિશ્વકર્મા, IA&AS ટેક્સટાઇલ કમિશનર  રૂપ રાશિ મહાપાત્રા અને ઉદ્યોગ અધિકારી  ડૉ. મુંજાલ દવે સાથે વાર્તાલાપ કર્યો હતો. 
જેમાં સરકાર અને ઉદ્યોગ વચ્ચે વર્તમાન બાબતો, FTA, વૃદ્ધિ યોજના, પ્રોત્સાહન તથા સબસિડીઓ, કરવેરા, કપાસના ઉત્પાદન વગેરે ઉપર સંવાદ કર્યો હતો. આ મુદ્દાઓ ઉપર  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લોકલ, રિજનલ અને રાષ્ટ્રીય એસોસિએશનના ઇનપુટ્સ સાથે એક વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું હતું. જે મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અને સરકારના પ્રતિનિધિઓએ આ બાબતો પર ધ્યાન આપવાની અને ઝડપથી ઉકેલ લાવવામાં મદદ કરવાની ખાતરી આપી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિવિધ લોકલ, રિજનલ અને રાષ્ટ્રીય એસોસિએશનને એક મંચ પર લાવવા અને સરકારને સૂચનો અને ભલામણોને એકત્ર કરીને રજૂઆત કરવાનો આ પ્રયાસ હતો. સમગ્ર દેશમાંથી જીનિંગ, સ્પિનીંગ, વિવિંગ, પ્રોસેસ હાઉસ, ગારમેન્ટ ઉત્પાદકો, ટેકનિકલ ટેક્સટાઇલ અને મશીનરી ઉત્પાદકો જેવા ક્ષેત્રોમાંથી 600 જેટલા સહભાગીઓ કોન્કલેવમાં ભાગ લીધો હતો. ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવમાં ટેક્સટાઇલ ઉદ્યોગના ચાર નેતાઓએ તેમના બિઝનેસ જૂથોની સફળતાની વાત કરી હતી. અરવિંદ ગ્રુપના પુનિત લાલભાઈ, વેલસ્પન ગ્રુપના રાજેશ માંડવેવાલા, ડોનર ગ્રુપના રાજેન્દ્ર અગ્રવાલ, સુપ્રીમ ગ્રુપના મોહન કાવરી અને  રોહિત પાલ ઈન્ફિલૂમ કોન્ક્લેવમાં વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 
મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે તેઓ અને માનનીય મંત્રી પિયુષ ગોયલજી ઉદ્યોગને લગતા અને ખાસ કરીને ગુજરાતને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે. મંત્રી  જગદીશ વિશ્વકર્માએ  પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત અને ભારતના ટેકનિકલ ટેક્સટાઈલ ઉદ્યોગે મહામારી દરમિયાન માસ્ક અને PPE કિટનો અવિરત પુરવઠો પૂરો પાડીને વિશ્વને બચાવવામાં  મહત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં શ્રેષ્ઠ અને વૈવિધ્યસભર ઉદ્યોગો ધરાવે છે. તેમણે ભારતભરના તમામ ટેક્સટાઇલ ઉદ્યોગ સાહસિકોને આગળ આવવા અને ગુજરાતમાં  રોકાણ કરવા અપીલ કરી હતી. સાથે રાજ્ય તેમને સંપૂર્ણ સહકાર આપશે તેવુ આશ્વાસન આપ્યું હતુ.
Advertisement
Tags :
Advertisement

.