Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બજેટ સત્ર પ્રારંભથીજ બન્યું તોફાની, કોંગ્રેસે મચાવ્યો હોબાળો

ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સત્ર પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની બંધ ટેકટાઇલ મિલો મામલે બેનર્સ સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. બંધ ટેકસટાઇલ મિલોને ચાલું કરવા માંગ વિધાનસભા કાર્યવાહીના પ્રારંભ થયો તે પૂર્વે ઇમરાન ખેડાવાલા વિરોધ દર્શાવતા બેનર્સ હાથમાં લઈને અને એક બેનર પહેરીનà
બજેટ સત્ર પ્રારંભથીજ બન્યું તોફાની  કોંગ્રેસે મચાવ્યો હોબાળો
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે સત્ર પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અમદાવાદની બંધ ટેકટાઇલ મિલો મામલે બેનર્સ સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. 
બંધ ટેકસટાઇલ મિલોને ચાલું કરવા માંગ 
વિધાનસભા કાર્યવાહીના પ્રારંભ થયો તે પૂર્વે ઇમરાન ખેડાવાલા વિરોધ દર્શાવતા બેનર્સ હાથમાં લઈને અને એક બેનર પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. ખેડાવાલાએ જણાવ્યું કે એક સમયે ટેક્સટાઇલ મિલોના કારણે અમદાવાદ માન્ચેસ્ટર ગણાતું હતું પણ પ્રદૂષણના કારણે મિલો બંધ કરાવાતા અમદાવાદનો ભવ્ય ભૂતકાળ નાશ પામ્યો છે અને મિલો બંધ થતાં કામદારો બેકાર બન્યા છે ,ત્યારે મિલો ફરી ચાલુ કરાવવાની માગણી ઈમરાન ખેડાવાલાએ કરી હતી. સરકાર આ મામલે તાત્કાલિક કાયદો ઘડે અને જે મિલો પાસે લાઇસન્સ નથી તેમના માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી કામદારોને કરી રોજગારી મળે તેવા પ્રયાસો કરવા ઈમરાન ખેડાવાલા એ માગણી કરી હતી.
કોંગ્રેસે નારા લગાવીને વાતાવરણ ગજવ્યું 
વિધાનસભામાં રાજયપાલનું પ્રવચન શરુ થતાં જ કોંગ્રેસનો હોબાળો શરુ થઇ ગયો હતો અને કોંગ્રેસના નેતાઓએ સરકાર પર આરોપ લગાવતાં નજરે પડયા હતા. કોંગ્રેસના નેતાઓએ નારા લગાવતાં હોબાળો મચી ગયો હતો. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાઇ જતાં વાતાવરણ ગરમ બની ગયું હતું અને કેટલાક સભ્યો  પોતાની બેઠક છોડીને વેલ તરફ ધસી જતાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે નવી સરકારનું આ પહેલું બજેટ સત્ર છે અને 3જી માર્ચે સરકાર પોતાનું પહેલું બજેટ રજુ કરવા જઇરહી છે. બંને પક્ષ માટેઆ બજેટ સત્ર મહત્વનું મનાઇ રહ્યું છે કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. સરકાર પોતાનું બજેટ સારુ રહે તેવા પ્રયાસો કરી રહી છે, તો વિપક્ષ પણ બજેટ સત્ર દરમિયાન સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.