Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં પેપકલીકની ઘટનાઓને લઈને સરકાર કડક કાયદો લાવશે, 1 કરોડના દંડથી લઈ 10 વર્ષની સજાની જોગવાઈ

રાજ્યમાં પેપર લીકની ઘટના સતત વધતા હવે સરકારની મનસા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને ધ્યાને રાખી હવે રાજ્ય સરકાર આ અંગે એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે. જીહા, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય અને પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર બિલ લાવવા જઇ રહી છે. જેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા
રાજ્યમાં પેપકલીકની ઘટનાઓને લઈને સરકાર કડક કાયદો લાવશે  1 કરોડના દંડથી લઈ 10 વર્ષની સજાની જોગવાઈ
રાજ્યમાં પેપર લીકની ઘટના સતત વધતા હવે સરકારની મનસા પર સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને ધ્યાને રાખી હવે રાજ્ય સરકાર આ અંગે એક મોટો નિર્ણય લેવા જઇ રહી છે. જીહા, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય અને પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર બિલ લાવવા જઇ રહી છે. જેનું બિલ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. આ બિલને જાહેર પરીક્ષા અધિનિયમ બિલ નામ આપવામાં આવ્યું છે. ગુજરાત જાહેર પરીક્ષા વિધયેક 2023 સરકાર લાવશે.
આ ખરડા અનુસાર પેપર ફોડનારને 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઇ રાખવામાં આવી છે. ઉપરાંત ચોરી કરનારને પણ 3 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલની સજાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. પેપર લીક અંગે સરકારની ભારે થુંથું થયા બાદ હવે સરકાર કોઇ પણ પ્રકારે ઢીલ આપવા માંગતી નથી. જેથી કડક કાયદો લાવવાની તૈયારીઓ પુર્ણ થઇ ચુકી છે.
રાજ્યમાં છાશવારે બનતી પેપર ફૂટવાની ઘટનાથી હવે વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન થઇ ગયા છે. આવી ઘટનાઓ સતત બનતી હોવાથી આ વખતે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સતત બનતી પેપર લીકની ઘટના બાદ સરકારને લોકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે.
મોટા હોદ્દેદારો કે જેઓ બદલાય છે પરંતુ પદ્ધતિ ના બદલાતી હોવાથી આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે આ ઘટનાઓ સામે અનેક સવાલો પણ પરીક્ષા મામલે ઉભા થયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.