Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ભાજપની પ્રેસ કોન્ફરન્સ, કેટલાય વર્ષ બાદ આપણને બદલાવ લાવનારી સરકાર મળીઃ ભૂપેન્દ્ર પટેલ

કેન્દ્રમાં ભાજપની સરકારને આઠ વર્ષ પુરા થયા છે. જેની ભાજપ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકાર અને સંગઠન દ્વારા આઠ વર્ષના શાસનની ઉજવણી થઇ રહી છે. આ અંતર્ગત ગાંધીનગર કમલમ ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ભાજપ સરકારના આઠ વર્ષના શાસનની ઉપલબ્ધિઓ ગણાવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે à
ગુજરાત ભાજપની પ્રેસ કોન્ફરન્સ  કેટલાય વર્ષ બાદ આપણને બદલાવ લાવનારી સરકાર મળીઃ ભૂપેન્દ્ર પટેલ
કેન્દ્રમાં ભાજપની સરકારને આઠ વર્ષ પુરા થયા છે. જેની ભાજપ દ્વારા ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકાર અને સંગઠન દ્વારા આઠ વર્ષના શાસનની ઉજવણી થઇ રહી છે. આ અંતર્ગત ગાંધીનગર કમલમ ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે ભાજપ સરકારના આઠ વર્ષના શાસનની ઉપલબ્ધિઓ ગણાવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારના આઠ વર્ષ પુર્ણ થવા બદલ હું તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે. આઠ વર્ષના શાસનમાં અને નરેન્દ્રભાઇના નેતૃત્વમાં સરકારે લીધેલા નિર્ણયના કારણે ભારત દેશ આજે બદલાતો જોવા મળી રહ્યો છે. કેટલાય વર્ષ બાદ આપણને બદલાવ લાવનારી સરકાર મળી છે. તેમના નેતૃત્વમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે, તેમાં મુખ્યત્વે સેવાનો ભાવ છે. 
ગરીબ કલ્યાણની વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ૧ર કરોડ માતા-બિેનોન વિનામૂલ્યે એલ.પી.જી.  ગેસ સિલિન્ડર આપ્યા છે. જેના કારણે ગામડાની માતા બહેનોને ધૂમાડામાંથી મુક્તિ મળી છે. છેવાડાના માનવી સુધી દરેક યોજનાનો લાભ પહોંચે તે જ ઉદ્દેશથી દરેક નિર્ણયો કર્યા છે. એવો જ એક નિર્ણય એટલે જલ જીવન મિશન અંતર્ગત પાછલા ત્રણ વર્ષમાં કુલ ૬ કરોડ ૩૦ લાખ ઘરોને નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે. જેના કારણે પાણી માટેના કકળાટમાંથી મુક્તિ મળી છે.
આ સરકારે દ્રઢ નિશ્ચયના આધારે જે કહ્યું તે કરી બતાવ્યું છે. જેમાં સરકારે કલમ 370 નાબૂદ કરી છે. આ સિવાય જીએસટી પણ લાગુ કર્યો છે. જેના સારા પરિણામો જોઇ રહ્યા છે. કેન્દ્રમાં આપણને સ્થિર સરકાર અને સાફ નિયતવાળી સરકાર મળી છે. ગુજરાતને પણ આજે ડબલ એન્જિનની સરકાર મળી છે. જેના લાભ લોકોને મળી રહ્યા છે. દરેક લોકોને પોતાનું ઘર મળ્યું છે, ગેસના કનેક્શન મળ્યા છે, પાણી મળી રહ્યું છે. જેના કારણે લોકો ખુશ છે. 
તો સીઆર પાટીલે પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની વિવિધ ઉપલબ્ધિઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકોને અનાજ વિતરણ કર્યુ છે. આ સરકારમાં સુશાસન જોવા અને અનુભવવા મળ્યું છે. નરેન્દ્ર મોદીએ અનેક પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી છે. આયુષ્યમાન ભારત યોજનામાં 18 કરોડ લોકોને આયુષ કાર્ડ આપવામાં આવ્યા છે. 3.5 કરોડ લોકોની આ યોજના હેઠળ સારવાર કરાઇ છે. દેશમાં કોરોના રસીના 190 કરોડથી વધુ ડોઝ અપવામાં આવ્યા છે. કોઈ સમૃદ્ધ દેશે પણ મફત વેકસીન આપી નથી, જ્યારે ભારતે આપી છે.  આ સિવાય સાઈર પાટીલે ભાજપ સરકારને આઠ વર્ષ પુરા થવાની ખુશીમાં આગામી 15 દિવસ વિવિધ કાર્યક્રમ કરવાની વાત કરી છે.
Advertisement
Tags :
Advertisement

.