Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં મોટાપાયે ઠગાઈની ચોંકાવનારી ઘટના બને તે પહેલા જ ATSએ પાર પાડ્યું ઓપરેશન

ગુજરાત ATSએ વધુ એક કાબિલે દાદ કામગીરી કરી છે. જેમાં નકલી સોના-ચાંદીના ઘરેણાઓ અને ચીલ્ડ્રન્સ બેન્કની નોટો થકી મોટાપાયે છેતરપિંડી (Fraud) આચરવાની પેરવીમાં રહેલી ટોળકીને દબોચી લઈ એક મોટો આર્થિક ગુન્હો થતો અટકાવ્યો છે. પોલીસ હંમેશા મોડી હોય છે તેવું મેણું હંમેશા પોલીસ વિભાગને માથે રહ્યું છે પણ આ મેણાંને ભાંગતી કામગીરી ગુજરાત ATS દ્વારા કરવામાં આવી છે.ગુજરાત ATSના અધિકારીઓને એવી બાતમી મળી હàª
06:19 PM Jan 30, 2023 IST | Vipul Pandya
ગુજરાત ATSએ વધુ એક કાબિલે દાદ કામગીરી કરી છે. જેમાં નકલી સોના-ચાંદીના ઘરેણાઓ અને ચીલ્ડ્રન્સ બેન્કની નોટો થકી મોટાપાયે છેતરપિંડી (Fraud) આચરવાની પેરવીમાં રહેલી ટોળકીને દબોચી લઈ એક મોટો આર્થિક ગુન્હો થતો અટકાવ્યો છે. પોલીસ હંમેશા મોડી હોય છે તેવું મેણું હંમેશા પોલીસ વિભાગને માથે રહ્યું છે પણ આ મેણાંને ભાંગતી કામગીરી ગુજરાત ATS દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત ATSના અધિકારીઓને એવી બાતમી મળી હતી કે નકલી સોના-ચાંદી અને નકલી તથા ચીલ્ડ્રન્સ બેન્કની નોટો થકી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી થઈ રહી છે અને તેનો કારોબાર આણંદથી નવસારી સુધી ફેલાયેલો છે અને આ ટોળકી આગામી સમયમાં મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરવાના છે. બાતમી બાદ ગુપ્ત રીતે તપાસમાં એવું જાણવા મળ્યું કે આ લોકો સુરતના અમરોલી ખાતેની તેમની ઓફીસમાં ભેગા થવાના છે. ગુજરાત ATSને મળેલી બાતમી બાદ સુરત SOGની ટીમને સાથે રાખી અમરોલી સુરત ખાતે રેઇડ કરી 6 શખ્સોને ઝડપ્યા હતા.
ઝડપાયેલા શખ્સો
  • મનસુખભાઇ ઉર્ફે મનીષ પરસોત્તમભાઇ ઉમરેઠીયા
  • પીયુષ મનસુખભાઇ ઉર્ફે મનીષ ઉમરેઠીયા
  • મુકેશ ઉર્ફે કાનો ઝીણાભાઇ સરવૈયા
  • જયસુખ ડાહ્યાલાલ બારડ
  • નરેશભાઇ ઉર્ફે ભાવેશ ઉર્ફે હરેશ મોહનભાઇ આહીર
  • પરેશભાઇ ઉર્ફે પ્રકાશભાઇ ખુશાલભાઇ પરમાર
  • ગુજરાત એ.ટી.એસ દ્વારા આમરોલી પોલીસ સ્ટેશનમાં ઉક્ત લોકો વિરૂધ્ધ ગુનો છે. જેની સુરત પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કબ્જે લીધેલ મુદ્દામાલ
ટોળકી પાસેથી રૂ. 500 અને રૂ. 2000ના દરની 4 કરોડની નકલી નોટો તથા 50 નકલી ગોલ્ડ અને 10 નકલી સિલ્વરની લગડીઓ કબ્જે લીધી હતી.
મોટી છેતરપિંડી કરવાના હતા
આરોપીઓએ પ્રાથમીક પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે, તેઓ આ નોટોના બંડલો લોકોને અસલ ચલણી નોટો તરીકે આપી છેતરપીંડી કરવાની તથા મળી આવેલ ગોલ્ડ તથા સિલ્વરની લગડીઓ લોકોને વિડીયો કોલ કરીને અસલ સોનાના તથા અસલ ચાંદીના બિસ્કીટ તરીકે બતાવી લોકોને અસલ સોના તથા ચાંદીના ભાવે આપી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરવાની તજવીજમાં હતા. તેમજ ભારતીય ચલણી નોટોની કલર પ્રિન્ટ વાળા બંડલોને અસલ ચલણી નોટો તરીકે ચલણમાં ચલાવવાના હતા અને ભારતીય ચલણી નોટોની બીજી કલર પ્રિન્ટો કાઢી ચલણમાં ચલાવવા માટે કોરા કાગળો કાપીને બંડલો પણ તૈયાર રાખેલ હતા પણ તેઓ કોઈ મોટી છેતરપિંડી આચરે તે પહેલા જ ગુજરાત ATSએ તેમને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો - Oh My God..પેપરલીક કાંડના આરોપીઓ આ રીતે પેપર વેચવાના હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CrimeNewsFraudGujaratATSGujaratFirstગુજરાતએટીએસછેતરપિંડીસુરત
Next Article