Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ATSનો ડ્રગ્સ માફિયાઓ પર સકંજો વધુ મજબૂત, દિલ્હીથી અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાં રહેતો એક શખસ જે ડ્રગઝનો ધંધો કરે છે તેવી તારીખના રોજ ડ્રગઝનો જથ્થો ડિલિવરી કરવાની બાતમી મળી હતી. જેના આધારે દિલ્હી પહોંચીને દિલ્હી ક્રાઇમની ટીમમે સાથે રાખીને વહીદ ઉલ્લાહને ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. 4 કિલો હેરોઇન તેની કિંમત 20 કરોડ થાય છે. શરૂઆતમાં મેડિકલ વિઝા ના આધારે અફઘાનથી આવ્યો હતો.  4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી
10:06 AM Sep 04, 2022 IST | Vipul Pandya
ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીમાં રહેતો એક શખસ જે ડ્રગઝનો ધંધો કરે છે તેવી તારીખના રોજ ડ્રગઝનો જથ્થો ડિલિવરી કરવાની બાતમી મળી હતી. જેના આધારે દિલ્હી પહોંચીને દિલ્હી ક્રાઇમની ટીમમે સાથે રાખીને વહીદ ઉલ્લાહને ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. 4 કિલો હેરોઇન તેની કિંમત 20 કરોડ થાય છે. શરૂઆતમાં મેડિકલ વિઝા ના આધારે અફઘાનથી આવ્યો હતો. 


4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ
ગુજરાત ATSએ દિલ્હીથી અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ કરી, 20 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુજરાતના દરિયાઈ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર ATSની ચાંપતી નજર છે આ પહેલાં, ગુજરાતના વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સ પર હવે 6 મહિના બાદ ગુજરાત ATSએ કરોડો રૂપિયાની કિંમતનું 200 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1000 કરોડ જેટલી કિંમત થવા જઈ રહી છે. જ્યારે આજે હવે ગુજરાત ATSએ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે  વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની શખસની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરી છે. 20 કરોડથી વધુ રકમનો મુદ્દા માલ પણ જપ્ત કરાયો છે.

તાલીબાન શાસિત અફઘાનીસ્તાન થતા ડ્રગ્સનો સપ્લાયનો પર્દાફાશ 
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા સતાપલટા બાદ તાલીબાન સતારુઢ થઈ ગયું છે ત્યારે એક તરફ જ્યાં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ અજારકતાનો માહોલ છે, ત્યાં અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોમાં ડ્રગ્સની સીધી સપ્લાય આવતાં ભારત સહિત અન્ય દેશો માટે પણ ચિંતા વધી છે.  

મુંબઈમાં પણ આજ રાહે ડ્રગ્સનો કારસો ઝડપાયો
મુંદ્રામાં હેરોઇનનો મોટો જથ્થો ડીઆરઆઈએ ઝડપ્યા બાદ નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈના નાવાશીવા પોર્ટ પર પણ આજ પ્રકારનું ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે. શું આ બંન્ને ડ્રગ્સ  સ્પ્લાયર્સ પેઢી એક જ છે કે અલગ તે અંગે હાલ કોઇ સ્પષ્ટતા સામે આવી નથી
પોરબંદર પાસે દરિયામાંથી 2 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું
6 મહિના પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશીશ, 234 કિલો મેથેમ્ફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ હતી. મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી, જેને નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે એ પાડોશી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હતું.

 ચાલુ વર્ષે એપ્રિલથી અત્યારસુધીમાં  ગુજરાતમાં અગાઉ પણ મોટી માત્રામાં ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ કરાયો 
23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ 
21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ 
3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ 
12 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ 
15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
 
આ પણ  વાંચો - ડ્રગ્સ માફિયાઓ પર તવાઇ, જાણો પોલીસે કેવી રીતે કર્યો પર્દાફાશ
Tags :
4kgofheroinAfghanDelhiDelhiPoliceDrugeSuplyerGujaratATSGujaratFirstTalibani
Next Article