Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'થોર લવ એન્ડ થંડર' 7 જુલાઈએ થિયેટરમાં આવશે

આ વર્ષની માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'થોર લવ એન્ડ થંડર' આખરે 23 જૂને હોલીવુડમાં પ્રીમિયર થઈ. માર્વેલ વર્લ્ડના તમામ ચાહકોએ જ્યારે લોસ એન્જલસમાં ફિલ્મના પ્રીમિયરમાં હોલીવુડના સ્ટાર્સને હાજરી આપતા જોયા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. ફિલ્મના મુખ્ય અભિનેતા ક્રિસ હેમ્સવર્થથી લઈને નતાલી પોર્ટમેન સુધી, ફિલ્મના સ્ટાર્સે તેમની ફેશનથી ઇવેન્ટની રેડ કાર્પેટને દંગ કરી દà«
02:26 PM Jun 24, 2022 IST | Vipul Pandya
આ વર્ષની માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'થોર લવ એન્ડ થંડર' આખરે 23 જૂને હોલીવુડમાં પ્રીમિયર થઈ. માર્વેલ વર્લ્ડના તમામ ચાહકોએ જ્યારે લોસ એન્જલસમાં ફિલ્મના પ્રીમિયરમાં હોલીવુડના સ્ટાર્સને હાજરી આપતા જોયા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. ફિલ્મના મુખ્ય અભિનેતા ક્રિસ હેમ્સવર્થથી લઈને નતાલી પોર્ટમેન સુધી, ફિલ્મના સ્ટાર્સે તેમની ફેશનથી ઇવેન્ટની રેડ કાર્પેટને દંગ કરી દીધા હતા. વર્લ્ડ પ્રીમિયર પછી તરત જ, નવી માર્વેલ ફિલ્મ માટે પ્રેક્ષકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી. તમને જણાવી દઈએ કે 'થોર લવ એન્ડ થંડર' ભારતમાં USના એક દિવસ પહેલા એટલે કે 7 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. 
ચાર ભાગો સાથે એક ફિલ્મ
જેમ જેમ ક્રિસ હેમ્સવર્થ સ્ટારર 'થોર લવ એન્ડ થંડર'ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, ચાહકો આ ફિલ્મ જોવા માટે વધુને વધુ ઉત્સુક બની રહ્યા છે. આ ફિલ્મનું લોસ એન્જલસમાં પ્રીમિયર થયું હતું અને તેની સ્ક્રીનિંગ પછી દર્શકોનો પ્રથમ પ્રતિસાદ પણ ઘણો હકારાત્મક રહ્યો છે. આ ફિલ્મ MCUમાં ચોથી સ્ટેન્ડ-અલોન થોર ફિલ્મ છે, જે 'થોર'ની વાર્તાને આગળ ધપાવે છે. આ ફિલ્મે માર્વેલ સિનેમેટિક વિશ્વમાં થોર જેવા સુપર-પાવરફુલ સુપરહીરોની કલ્પનાને ઘણી રીતે બદલી નાખી. 'થોર: લવ એન્ડ થંડર'માં નતાલી પોર્ટમેન, ક્રિશ્ચિયન બેલ અને ટેસા થોમ્પસન, ક્રિસ પ્રેટ, ડેવ બટિસ્ટા, રસેલ ક્રો મુખ્ય ભૂમિકામાં છે. 

રેડ કાર્પેટ પર નતાલીનો જાદુ
ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર દરમિયાન, મુખ્ય કલાકારો ક્રિસ હેમ્સવર્થ અને નતાલી પોર્ટમેને રેડ કાર્પેટ પર બધાને પ્રભાવિત કર્યા. જ્યારે બેનેડિક્ટે નેવી બ્લુ થ્રી-પીસ સૂટ પહેર્યો હતો, ત્યારે નતાલી ગોલ્ડન ઑફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં હોટ લાગી રહી હતી. આ સાથે થોરની વાર્તાનો વિલન ગૌર એટલે કે ક્રિશ્ચિયન બેલ પણ બ્લેક કલરના સૂટમાં ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો. જણાવી દઈએ કે જ્યારે ક્રિસ અને ક્રિશ્ચિયન પોતાની પત્નીઓ સાથે ઈવેન્ટમાં પહોંચ્યા હતા, ત્યારે ડાયરેક્ટર તાઈકા વૈતિટી અને એક્ટર ક્રિસ પ્રેટ પણ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. કાર્પેટ પર તેમની સાથે આખી સ્ટાર કાસ્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ટ્વિટર પર ફિલ્મ અંગે લોકોમાં ઉત્સુકતા 
માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મે સોશિયલ મીડિયા પર કબજો જમાવી લીધો છે. 'થોર લવ એન્ડ થંડર'નું વર્લ્ડ પ્રીમિયર સમાપ્ત થયા પછી, ઘણા વિવેચકોએ ટ્વિટર પર ફિલ્મ પર તેમની પ્રથમ પ્રતિક્રિયાઓ શેર કરી. જ્યારે કેટલાકે તેની નવી MCU વાર્તા માટે દિગ્દર્શક તાઈકા વૈતિટીની પ્રશંસા કરી હતી, જ્યારે અન્ય લોકોએ ક્રિસ હેમ્સવર્થ અને નતાલી પોર્ટમેનના અભિનયની પ્રશંસા કરી હતી. આ ફિલ્મ વર્ષ 2011માં આવેલી માર્વેલ સિનેમેટિક યુનિવર્સનાં 'થોર'નો ચોથો ભાગ છે. 
 
ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું
ફિલ્મના વખાણ કરતાં એક ચાહકે લખ્યું, "થોર લવ એન્ડ થંડર ખૂબ જ ભાવનાત્મક વાર્તા છે, જેમાં ક્રિશ્ચિયન બેલ અને નતાલી પોર્ટમેનના અભિનય પ્રભાવશાળી છે. એટલું જ નહીં, આ તાઈકા વૈતિટી ફિલ્મ એક ઈમોશનલ સ્ટોરી રજૂ કરે છે. મને લાગે છે કે આ મારી અત્યાર સુધીની સૌથી ફેવરિટ થોર ફિલ્મ હોઈ શકે છે. અંગ્રેજી ઉપરાંત, ફિલ્મ 'થોર: લવ એન્ડ થંડર' ભારતમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.
Tags :
EntintentmentNewsGujaratFirstHollywoodNewsThorLoveAndThunder
Next Article