વર્ષ 2027 સુધીમાં ગુજરાતને IT ક્ષેત્રમાં ટોપ-5માં સામેલ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક
ગુજરાતને આઈ.ટી હબ બનાવવાનો લક્ષ્યાંકગુજરાતને આગામી દિવસોમાં આઈ.ટી ક્ષેત્ર માટેનું હબ બનાવવાની તૈયારી સાથે નવી આઈ.ટી પોલીસ 2022-23ની જાહેરાત કરવામાં આવી છે. આગામી 5 વર્ષ માટે નવી આઈ.ટી પોલીસીનું અમલીકરણ કરવામાં આવશે. વર્ષ 2027 સુધીમાં ગુજરાતને આઈ.ટી ક્ષેત્રમાં ટોપ-5 રાજ્યોની યાદીમાં સામેલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારતીય બજારોમાં આઈ.ટી ક્ષેત્રનો ફાળો 45 ટકારાજ્ય સરકારે ડિસેàª
10:02 AM Feb 08, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતને આઈ.ટી હબ બનાવવાનો લક્ષ્યાંક
ગુજરાતને આગામી દિવસોમાં આઈ.ટી ક્ષેત્ર માટેનું હબ બનાવવાની તૈયારી સાથે નવી આઈ.ટી પોલીસ 2022-23ની જાહેરાત કરવામાં આવી છે. આગામી 5 વર્ષ માટે નવી આઈ.ટી પોલીસીનું અમલીકરણ કરવામાં આવશે. વર્ષ 2027 સુધીમાં ગુજરાતને આઈ.ટી ક્ષેત્રમાં ટોપ-5 રાજ્યોની યાદીમાં સામેલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ભારતીય બજારોમાં આઈ.ટી ક્ષેત્રનો ફાળો 45 ટકા
રાજ્ય સરકારે ડિસેમ્બર-2021માં નવી ITES નીતિની જાહેરાત કરી હતી. ઈન્ફોર્મેશન ટેકનોલોજીના જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ સાથે પરામર્શ કરાયા બાદ નવી નીતિ તૈયાર કરવામાં આવી છે. રેટિંગ એજન્સી નાસ્કોના રિપોર્ટ મુજબ ભારતીય બજારોમાં આઈ.ટી ક્ષેત્રનો ફાળો 45 ટકા છે. આઈ.ટી ક્ષેત્રમાં 30 ટકાથી વધુ મહિલા રોજગારીમાં વધારો થયો છે. IT અને ITES ઉદ્યોગમાં નિકાસ 3 હજાર કરોડ રૂપિયાથી વધારીને 25 હજાર કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓપન ટેકનોલોજીના વૈશ્વિક બજારોમાં ભાગીદારી મેળવવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
Next Article