રાજકોટ પોલીસ કમિશનરની મુશ્કેલી વધી, રાજ્યસભાના સાંસદે કહી દીધી મોટી વાત!
રાજકોટ પોલીસ કમિશનરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ધારાસભ્ય બાદ હવે રાજ્યસભાના સાંસદે પણ રાજકોટ પોલીસ કમિશનર પર નિશાન તાક્યું છે. સાંસદ રામ મોકરીયાએ ધારાસભ્ય ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જમીનો ખાલી કરાવવા અને તેના સેટીંગમા રચ્યાપચ્યા રહેતા હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, 'રાજકોટ પોલીસ કમિશનàª
01:16 PM Feb 05, 2022 IST
|
Vipul Pandya
રાજકોટ પોલીસ કમિશનરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ધારાસભ્ય બાદ હવે રાજ્યસભાના સાંસદે પણ રાજકોટ પોલીસ કમિશનર પર નિશાન તાક્યું છે. સાંસદ રામ મોકરીયાએ ધારાસભ્ય ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જમીનો ખાલી કરાવવા અને તેના સેટીંગમા રચ્યાપચ્યા રહેતા હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ કહ્યું કે, 'રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આવી પ્રવૃત્તિ માટે પોતાના ખાસ અધિકારીઓનો ઉપયોગ કરે છે, ઓફિસમાં નિયમિત હાજરી નથી હોતી અને જનતાને પણ તે મળતા નથી'.
'વાડ જ ચીભડા ગળતી હોય' તેવી સ્થિતિ રાજકોટમાં સર્જાઇ છે અને કાયદો-વ્યવસ્થા પડી ભાંગ્યા હોવાનો પણ ઉલ્લેખ રામ મોકરીયાએ કર્યો છે.
રાજકોટ પોલીસ કમિશનર સારૂ પોસ્ટીંગ મેળવવા માટે ગાંધીનગર વારંવાર ધક્કા ખાઇ રહ્યા હોવાના આરોપો પણ રામ મોકરીયાએ લગાવ્યા છે. રામ મોકરીયાના નિવેદને રાજકોટમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સવારે જાહેર થયેલો ધારાસભ્ય ગોવિંદ પટેલનો પત્ર અને સાંજે સાંસદ રામ મોકરીયાનુ આ નિવેદન રાજકોટ પોલીસ કમિશનરની ચિંતા વધારી છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે કરોડોનો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ JCPએ મીડિયા સમક્ષ યોગ્ય તપાસની બાંહેધરી આપી છે. હવે આ વિવાદ રાજકોટ પોલીસ કમિશનરના પદ માટે કેટલો જોખમી સાબિત થાય છે તે જોવું રહ્યું.
Next Article