Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચંદનની તસ્કરીમાં 'પુષ્પા' સ્ટાઇલ! ફોરેસ્ટ અધિકારી ક્યારેય ઝૂકશે નહીં

અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ની આજે ચો તરફ બોલબાલા છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ લોકો ફિલ્મના ગીતો, હૂક સ્ટેપ્સ અને ડાયલોગના દિવાના છે! એટલું જ માત્ર નહીં, તાજેતરમાં જ પોલીસે આ ફિલ્મથી પ્રેરિત થઇ લાલ ચંદનની દાણચોરી કરનાર એક વ્યક્તિને પકડી પાડ્યો હતો. જી હા, ટ્વિટર પર આ બાબતને શેર કરતા એક IFS અધિકારીએ લખ્યું છે કે, વાસ્તવિક જીવનમાં પુષ્પા બનવà
06:29 AM Feb 05, 2022 IST | Vipul Pandya
અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'ની આજે ચો તરફ બોલબાલા છે. ફિલ્મ રિલીઝ થયાને એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ લોકો ફિલ્મના ગીતો, હૂક સ્ટેપ્સ અને ડાયલોગના દિવાના છે! એટલું જ માત્ર નહીં, તાજેતરમાં જ પોલીસે આ ફિલ્મથી પ્રેરિત થઇ લાલ ચંદનની દાણચોરી કરનાર એક વ્યક્તિને પકડી પાડ્યો હતો. જી હા, ટ્વિટર પર આ બાબતને શેર કરતા એક IFS અધિકારીએ લખ્યું છે કે, વાસ્તવિક જીવનમાં પુષ્પા બનવાની હિંમત પણ ન કરો. કારણ કે ફોરેસ્ટર ક્યારેય ઝૂકશે નહીં.
ગુરુવારે, IFS દેબાશિષ શર્માએ ટ્વિટર પર એક તસવીર શેર કરી અને લખ્યું કે, 'બ્લોકબસ્ટર મૂવી હંમેશા હકારાત્મક સામાજિક સંદેશો આપતી નથી. જુઓ, આનંદ લો અને ભૂલી જાઓ. રિયલ લાઈફમાં પણ પુષ્પા બનવાની હિંમત ન કરો. વન વિભાગ દ્વારા એક ટનથી વધુનું લાલ ચંદન જપ્ત કરવામાં આવ્યું હતુ. કારણ કે ફોરેસ્ટર ક્યારેય ઝૂકશે નહીં.'
શું છે આ સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, બેંગ્લોરમાં એક વ્યક્તિએ ફિલ્મ 'પુષ્પા'થી પ્રેરિત થઇને 2.45 કરોડ રૂપિયાના લાલ ચંદનની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તેને પકડી લીધો હતો. એવું કહેવામાં આવ્યું કે, યાસિન ઇનાયથુલ્લા નામનો આ શખ્સ કર્ણાટક-આંધ્ર બોર્ડરથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પર લાલ ચંદન ભરેલી ટ્રક સાથે પકડાયો હતો. હકીકતમાં આ શખ્સે જેવો સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો, તે જ સમયે મહારાષ્ટ્ર પોલીસે સાંગલી જિલ્લામાંથી ઝડપી પાડ્યો હતો.
લાલ ચંદન કઇ રીતે લઈ જતો હતો?
તસ્કર યાસિને પહેલા ટ્રકમાં લાલ ચંદન નાખ્યું અને પછી તેના પર ફળ અને શાકભાજીના બોક્સ લોડ કર્યા. જેથી પોલીસને શંકા ન જાય. પરંતુ તે કદાચ ભૂલી ગયો હશે કે, ફિલ્મી દુનિયા અને વાસ્તવિકતામાં ઘણો તફાવત છે. આ ઘટના મામલે સાંગલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, “અમને ચંદનના લાકડાની દાણચોરી અંગેની સૂચના મળી હતી, જેના પગલે અમે વન અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને સફળતાપૂર્વક પાર પાડ્યું હતુ.
Tags :
ForestIFSPushpaRealLife
Next Article