ધારાસભ્ય જવાહર ચાવડા પર મેંદરડામાં થયો પૈસાનો વરસાદ, આ મંત્રી વરસી પડ્યા
ગુજરાતમાં લોકમાધ્યમો હજુ સતત કાર્યરત છે. આજે પણ અનેક જગ્યાએ લોકમાધ્યમો થાકી લોકોને સંદેશા આપવામાં આવે છે અને લોકોને જાગૃત પણ કરવામાં આવે છે. દેશભરમાંથી ગુજરાત રાજ્યમાં લોકગીત કે લોક ડાયરાઓનું સૌથી વધુ આયોજન થતું જોવા મળી રહ્યું છે. લોકડાયરા, ભજન કે ભવાઈ એક પરંપરા પણ બની ચુકી છે. જયારે લોકડાયરા કોઈ સેવાના લાભાર્થે કરવામાં આવે ત્યારે આ ડાયરાઓમાં પૈસા ઉઘાડવા હવે સાવ સામાન્ય બાબત
06:04 AM May 01, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં લોકમાધ્યમો હજુ સતત કાર્યરત છે. આજે પણ અનેક જગ્યાએ લોકમાધ્યમો થાકી લોકોને સંદેશા આપવામાં આવે છે અને લોકોને જાગૃત પણ કરવામાં આવે છે. દેશભરમાંથી ગુજરાત રાજ્યમાં લોકગીત કે લોક ડાયરાઓનું સૌથી વધુ આયોજન થતું જોવા મળી રહ્યું છે. લોકડાયરા, ભજન કે ભવાઈ એક પરંપરા પણ બની ચુકી છે. જયારે લોકડાયરા કોઈ સેવાના લાભાર્થે કરવામાં આવે ત્યારે આ ડાયરાઓમાં પૈસા ઉઘાડવા હવે સાવ સામાન્ય બાબત પણ થઇ ચુકી છે. પરંતુ કોઈ વ્યક્તિને બેસાડી એટલા પૈસા ઉડાડવા કે એ વ્યક્તિ જ આખો પૈસાથી ઢંકાઈ જાય એ નવી વાત ગણી શકાય છે. આવી જ ઘટના ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડા સાથે થઇ છે. ધારાસભ્ય જવાહર ચાવડા પર લોકડાયરામાં પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના મેંદરડામાં ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વમંત્રી અને ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા, મંત્રી દેવા માલમ તેમજ કૃષિમંત્રી અને સાંસદ રમેશ ધડૂક પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન મંત્રી દેવા માલમે ધારાસભ્ય પર નોટોનો વરસાદ કર્યો હતો. જેના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
શું છે આ વીડિયોમાં
વાઇરલ થયેલા વીડિયોમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જવાહર ચાવડાને સ્ટેજ પાસે બેસાડી અને તેના પર મંત્રી દેવા માલમે નોટનો વરસાદ કર્યો હતો. આ વરસાદ એટલા સમય સુધી શરુ રાખવામાં આવ્યો કે જવાહર ચાવડા આખા પૈસાની નોટોથી ઢંકાઈ ગયા હતા. આ તમામ પૈસા ગૌશાળાના કાર્ય માટે વપરાશે.
Next Article