કેન્સર એટલે કેન્સલ એવું બિલકુલ નથી!
વિશ્વભરમાં “વર્લ્ડ કેન્સર ડે” દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ 1933માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણી શરૂ થઈ હતી. સૌપ્રથમ “વર્લ્ડ કેન્સર ડે” વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનિવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.શું છે આ રોગ?કેન્સર એ રોગોનાં જૂથનું એક સામાન્ય નામ છે, જેમાં શરીરના
વિશ્વભરમાં “વર્લ્ડ કેન્સર ડે” દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી વર્ષ 1933માં “વર્લ્ડ કેન્સર ડે”ની ઉજવણી શરૂ થઈ હતી. સૌપ્રથમ “વર્લ્ડ કેન્સર ડે” વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડનાં જિનિવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.
શું છે આ રોગ?
કેન્સર એ રોગોનાં જૂથનું એક સામાન્ય નામ છે, જેમાં શરીરનાં અંદરના કેટલાક કોષો અમુક કારણોસર અનિયંત્રિત બનીને વધે છે. સારવાર ન થવાથી તે આસપાસની સામાન્ય પેશીઓમાં અથવા શરીરનાં અન્ય ભાગોમાં ફેલાય છે અને તે ગંભીર બીમારી, અપંગતા અને મૃત્યુનું કારણ બની શકે છે.
ભારતમાં કેન્સરના રોગની પરિસ્થિતિ
ભારતમાં સૌથી વધારે કેન્સરનાં કેસો પંજાબમાં જોવા મળે છે જેના કારણે ત્યાં ‘કેન્સર ટ્રેન’ પણ ચલાવવામાં આવે છે. આ પાછળનું કારણે જમીન અને પાણીનું સતત થતું પ્રદુષણ છે. આ ઉપરાંત તમાકુમાં મળી આવતું નિકોટીન, જંક ફૂડમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ, જંતુનાશકો અને અન્ય હાનિકારક ઘટકો, આર્સેનિક, બેન્ઝિન, એસ્બેસ્ટોસ અને જેવા પર્યાવરણીય ઝેરી પદાર્થો, માંસાહાર જેવા પદાર્થો કેન્સરનાં જોખમો વધારે છે.
- ભારતમાં દર 8 મિનિટે 1સ્ત્રીનું મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1સ્ત્રીનુ મૃત્યુ સ્તન કેન્સરના કારણે થાય છે
- 2020માં દેશમાં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા
- રાજ્યના 15 થી 49 વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓમાં કેન્સરનું જોખમ
અમદાવાદ શહેરી કેન્સર રજિસ્ટ્રીના રીપોર્ટ પ્રમાણે દર એક લાખની વસ્તીએ પુરુષોમાં 98 અને સ્ત્રીઓમાં 77 નવા કેન્સરના કેસ જોવા મળે છે. વર્ષ 2021ના રિપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે. જે વર્ષ 2025 સુધીમાં 79 હજાર 217 થવાનો અંદાજ છે.
આ રોગથી બચવા શું કરશો ?
- સંતૃપ્ત ચરબી ધરાવતો ખોરાક (માંસાહાર) ખાવાથી માનવશરીરમાં ઘણી પરેશાનીઓ ઉભી થવાની શક્યતા રહે છે.
- ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે.
- ‘આયુર્વેદ’ ભારતની સંસ્કૃતિ છે. કોરોના મહામારીના જે કાળમાંથી વિશ્વ જે રીતે પસાર થઈ રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વએ આયુર્વેદનો સ્વીકાર કર્યો છે.
- યોગ, તંદુરસ્ત જીવશૈલી અને યોગ્ય આહાર થકી કેન્સર સામે લડી શકાય છે.
- કેન્સર એ ચેપી રોગ નથી માટે તેનાથી ગભરાવવું ન જોઈએ. સ્વસ્થ જીવનશૈલીને અનુસરવાથી આવા હાનિકારક રોગોથી બચી શકાય છે.
Advertisement