Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૌલાના કમરગનીના સંગઠન અંગે ચોંકાવનારો ખુલાસો

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે ચોંકાવનારો ખૂલાસો સામે આવ્યો છે. કમરગનીનું સંગઠન ટી.એફ.આઇએ લખનઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સંગઠન દ્વારા દેશભરમાંથી સભ્યો બનાવી રોજનો એક રૂપિયો દાન મેળવવામાં આવે છે. તપાસ દરમિયાન ટી.એફ.આઇના 2 એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટમાં થયેલા નાણાકીય વ્યવહારો અંગે  ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે અને સાથે-સાથે બેંક એકાઉન્ટમાં થયેલા નાણà
મૌલાના કમરગનીના સંગઠન અંગે ચોંકાવનારો ખુલાસો

ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા મામલે ચોંકાવનારો ખૂલાસો સામે આવ્યો છે. કમરગનીનું સંગઠન ટી.એફ.આઇએ લખનઉથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સંગઠન દ્વારા દેશભરમાંથી સભ્યો બનાવી રોજનો એક રૂપિયો દાન મેળવવામાં આવે છે. તપાસ દરમિયાન ટી.એફ.આઇના 2 એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટમાં થયેલા નાણાકીય વ્યવહારો અંગે  ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે અને સાથે-સાથે બેંક એકાઉન્ટમાં થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે. 

Advertisement

કમરગની અને સબીરની મુલાકત અમદાવાદ ખાતે આવેલી શાહ-એ-આલમ  મોટી મસ્જિદ ખાતે થઇ હતી. તપાસ દરમિયાન એજન્સી દ્વારા ટી.એફ.એ સંગઠનના કમરગનીની બેવડી નીતિ સામે આવી છે. કમરગની મુસ્લિમ સમાજ પર ટીકા ટિપ્પણી કરનાર લોકો પર કાયદાકિય પ્રક્રિયા પણ કરાવતો અને જેહાદી ષડયંત્ર હેઠળ મુસ્લિમ યુવાનોને હત્યા જેવા ગંભીર અપરાધ આચરવા પણ પ્રેરિત કરતો.

Advertisement

આ કેસમાં હાલ સુધી 8 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. અને બીજા પકડાયેલા 3 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.  

Advertisement

Tags :
Advertisement

.