''અહીં કાર પાર્ક કેમ કરી?'' કહીને પાડોશીએ કર્યો પથ્થરમારો, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે કાર અને મકાન પર પથ્થરમારાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલી ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહેતા રોહિત પ્રજાપતિએ એરપોર્ટ પોલીસમાં પાડોશી સાહિલ વાઘેલા સહિત ત્રણ વ્યક્તિ સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રોહિત પ્રજાપતિએ જણાવ્યુ છે કે, તેમના ભાઈની સોસાયટીમાં રોડનું કામ ચાલતુ હોવાથી તેમણે આરોપીઓના ઘર પાસે કા
Advertisement
કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે કાર અને મકાન પર પથ્થરમારાની ઘટના અમદાવાદમાં સામે આવી છે. એરપોર્ટ વિસ્તારમાં આવેલી ભદ્રેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહેતા રોહિત પ્રજાપતિએ એરપોર્ટ પોલીસમાં પાડોશી સાહિલ વાઘેલા સહિત ત્રણ વ્યક્તિ સામે એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રોહિત પ્રજાપતિએ જણાવ્યુ છે કે, તેમના ભાઈની સોસાયટીમાં રોડનું કામ ચાલતુ હોવાથી તેમણે આરોપીઓના ઘર પાસે કાર પાર્ક કરી હતી. જેથી રાત્રે આરોપીઓએ અહીં કાર પાર્ક કેમ કરી તેમ કહીંને તેમના ભાઈની કાર પર પથ્થરમારો કર્યો હતો. અને તેમના ઘરમાં પણ પથ્થર ફેંક્યા હતા. આ સમગ્ર પથ્થરમારની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
Advertisement
જોકે મળતી માહિતી અનુસાર આરોપી અને ફરિયાદ વચ્ચે અગાઉ તકરાર થઈ હતી. જેની અદાવતમાં આરોપીઓએ પથ્થરમારો કર્યો હતો. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે, નજીવી બાબતામાં થયેલા પથ્થરમારામાં કારના કાચ તૂટી ગયા છે. અને આરોપીઓએ રીતસર પથ્થરમારો કરતા નજરે પડી રહ્યા છે. આ અંગેની ફરિયાદ નોંધાતા એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. કાર પાર્કિંગ જેવી બાબતમાં જાહેરમાં પથ્થરમારો થતાં એરપોર્ટ વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો છે.
Advertisement