Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યોગી આદિત્યનાથના નિર્દેશ, મંત્રી-અધિકારીઓ પોતાની અને પરિવારની સંપતિ જાહેર કરે, કામમાં પરિવાર દખલ ના કરે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે તેમની કેબિનેટના તમામ સભ્યોને પોતાની અને તેમના પરિવારના સભ્યોની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની સાર્વજનિક ઘોષણા કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીઓ ઉપરાંત, યોગીએ ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અને પ્રાંતીય વહીવટી સેવા (પીસીએસ)ના અધિકારીઓને પણ મિલકતની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ મંત્રીઓ સમક્ષ એવી અપેક્ષા રાખવામાં આવી કે
યોગી આદિત્યનાથના નિર્દેશ  મંત્રી અધિકારીઓ પોતાની અને પરિવારની સંપતિ જાહેર કરે  કામમાં પરિવાર દખલ ના કરે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે તેમની કેબિનેટના તમામ સભ્યોને પોતાની અને તેમના પરિવારના સભ્યોની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની સાર્વજનિક ઘોષણા કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીઓ ઉપરાંત, યોગીએ ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અને પ્રાંતીય વહીવટી સેવા (પીસીએસ)ના અધિકારીઓને પણ મિલકતની માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ મંત્રીઓ સમક્ષ એવી અપેક્ષા રાખવામાં આવી કે સરકારી કામમાં તેમના પરિવારના સભ્યોની દખલગીરી ન થવી જોઈએ.
3 મહિનામાં સંપત્તિ જાહેર કરવાની સૂચના
મંગળવારે લોક ભવનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યોજાયેલી ખાસ બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું ‘સ્વસ્થ લોકશાહી માટે, જનપ્રતિનિધિઓના વર્તનની પવિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાવના અનુસાર તમામ મંત્રીઓએ શપથ લીધા પછી આગામી ત્રણ મહિનાની અંદર પોતાની અને તેમના પરિવારના સભ્યોની તમામ સ્થાવર અને જંગમ મિલકતની જાહેર ઘોષણા કરવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યોએ 25 માર્ચે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.
ડેટા ઓનલાઈન પોર્ટલ પર જાહેર કરવામાં આવશે
યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન થશે. સાથે જ મંત્રીઓ માટે નિર્ધારિત આચાર સંહિતાનું પાલન કરવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, 'તમામ જાહેર અધિકારીઓ(IAS/PCS)એ પોતાની અને પરિવારના સભ્યોની તમામ સ્થાવર અને જંગમ સંપત્તિની જાહેર ઘોષણા કરવી જોઈએ અને આ વિગતો સામાન્ય લોકો માટે ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવી જોઈએ.'
CM યોગીની મંત્રીઓને સૂચના
સરકારી કામમાં મંત્રીઓના પરિવારના સભ્યોની દખલગીરીની ફરિયાદની નોંધ લેતા મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, 'તમામ મંત્રીઓએ ખાતરી કરવી જોઈએ કે સરકારી કામમાં તેમના પરિવારના સભ્યોની દખલગીરી ન થાય.' તેમણે કહ્યું કે 'આપણે આપણા આચરણ દ્વારા આદર્શો રજૂ કરવાના છે. હવે સરકાર 'લોકોના ઘર સુધી' પહોંચશે અને મંત્રીઓએ આગામી વિધાનસભા સત્ર પહેલા રાજ્યના પ્રવાસનું કામ પૂર્ણ કરવું પડશે. આ સંદર્ભે મંત્રીઓના 18 જૂથોની રચના કરવામાં આવી છે અને તેમના માટે મંડળો નક્કી કરવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.