Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મારુ નામ પિન્ટુ ચૌહાણ છે, જો શુ થાય છે, કહીને BRTSના કર્મચારીની હત્યા કરનારો ઝડપાયો

અમદાવાદમાં CTM ચાર રસ્તા પરના BRTS સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીની હત્યા કરનાર મુખ્ય આરોપી જયરાજ ઉર્ફે પિન્ટુ ચૌહાણની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.. મહત્વનું છે કે આરોપી સામે અગાઉ હત્યાની કોશિષ, મારામારી અને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ વટવા GIDC, રામોલ, ખોખરા, અમરાઈવાડી અને અમદાવાદ બહારના અનેક જિલ્લાઓ જેમાં મહીસાગર, મેઘરજ, હિંમતનગરમાં ગુનાઓ નોંધાયેલા છે.. આરોપી રામોલના કામધેનુ મેદ
મારુ નામ પિન્ટુ ચૌહાણ છે  જો શુ થાય છે  કહીને brtsના કર્મચારીની હત્યા કરનારો ઝડપાયો
અમદાવાદમાં CTM ચાર રસ્તા પરના BRTS સ્ટેશન પર ફરજ બજાવતા કર્મચારીની હત્યા કરનાર મુખ્ય આરોપી જયરાજ ઉર્ફે પિન્ટુ ચૌહાણની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી.. મહત્વનું છે કે આરોપી સામે અગાઉ હત્યાની કોશિષ, મારામારી અને અન્ય ગંભીર પ્રકારના ગુનાઓ વટવા GIDC, રામોલ, ખોખરા, અમરાઈવાડી અને અમદાવાદ બહારના અનેક જિલ્લાઓ જેમાં મહીસાગર, મેઘરજ, હિંમતનગરમાં ગુનાઓ નોંધાયેલા છે.. આરોપી રામોલના કામધેનુ મેદાનમાં હોવાની બાતમીના આધારે તેની ધરપકડ કરાઈ છે.
અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર આવેલા CTM BRTS બસ સ્ટેશન પર 24 મી જાન્યુઆરીએ BRTSના કર્મચારી પર હુમલાની ઘટના બની હતી.. જેમાં BRTS કોરિડોરમાં રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ એક વર્ના કાર ઘુસી હતી.. કાર ચાલકે કોરિડોર ખોલવાનું કહેતા કર્મચારી મયુર દવેએ BRTS બસ આવશે ત્યારે જ કોરિડોર ખુલશે તેવું કહેતા કાર ચાલકે ઝઘડો કર્યો.. મારામારી કરી મયુર દવેને ધક્કો મારી પાડી દેતા તેને ઇજાઓ થઈ હતી.. તે સમયે ત્યાં જ ડ્રાઈવર કંટ્રોલ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ સોલંકી પહોંચ્યા કારચાલકે હું પિન્ટુ ચૌહાણ છુ, જો હવે શું થાય છે તેમ કહીને જતા રહ્યા હતા..જે બાદ ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે ખસેડી કલ્પેશ સોલંકી અને જતીન પરમાર અને અન્ય કર્મચારી ત્યાં ઉભા હતા તે સમયે કાર ચાલક પિન્ટુ ચૌહાણ અને એક્ટિવા પર 3 ઈસમો આવ્યા હતા અને બંને કર્મચારી પર ચપ્પુથી હુમલો કર્યો હતો.. આ ઘટનામાં BRTSના કર્મચારી જતીન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજતા રામોલ પોલીસે હત્યાની કલમ ઉમેરી ગુનામાં સામેલ બે આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો..
Advertisement
Tags :
Advertisement

.