ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇન્કમટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, જૂનો સ્લેબ યથાવત

સરકારે સામાન્ય માણસને આ વખતે પણ ઇન્કમટેક્સમાં કોઇ રાહત નથી આપી. મતલબ કે ઇન્કમટેક્સની જે વ્યવસ્થા અત્યારે હાલ પૂરતી છે આગળ પણ કરદાતાઓ એ જ પ્રમાણે ટેક્સ દેવો પડશે. જો કે ટેક્સ ટ્રાન્ઝેક્શન વ્યવસ્થામાં સુધાર કરવામાં આવ્યો છે. જેના હેઠળ કરદાતાઓને પોતાને બે વર્ષ જૂના ઇનકમ ટેક્સ રિટર્નને અપડેટ કરવાની સુવિધા મળશે.   હજુ પણ 2.5 લાખથી વધારે આવક પર ટેક્સ આ વખતે ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ નથી
10:44 AM Feb 01, 2022 IST | Vipul Pandya
સરકારે સામાન્ય માણસને આ વખતે પણ ઇન્કમટેક્સમાં કોઇ રાહત નથી આપી. મતલબ કે ઇન્કમટેક્સની જે વ્યવસ્થા અત્યારે હાલ પૂરતી છે આગળ પણ કરદાતાઓ એ જ પ્રમાણે ટેક્સ દેવો પડશે. જો કે ટેક્સ ટ્રાન્ઝેક્શન વ્યવસ્થામાં સુધાર કરવામાં આવ્યો છે. જેના હેઠળ કરદાતાઓને પોતાને બે વર્ષ જૂના ઇનકમ ટેક્સ રિટર્નને અપડેટ કરવાની સુવિધા મળશે.  
 
હજુ પણ 2.5 લાખથી વધારે આવક પર ટેક્સ 
આ વખતે ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. વર્ષની 2.5 લાખ રૂપિયાની આવક જ ટેક્સ ફ્રી રહેશે. જો તમારી ઇન્કમ 2.5 થી 5 લાખની વચ્ચે હોય તો તમારે 2.5 લાખ રૂપિયા પર 5% ટેક્સ દેવો પડશે. જોકે કરદાતા ઇન્કમટેક્સ એક્ટનું સેક્શન 87A હેઠળ 5 લાખ સુઘીનો વાર્ષિક ઇન્કમ પર ટેક્સ બચાવી શકશે.
તમને જણાવી દઇએ કે, સરકાર 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5%ના દરથી ઇન્કમટેક્સ વસૂલે છે. પરંતુ આ ટેક્સમાં ઇન્કમટેક્સના સેક્શન 87A હેઠળ રાહત આપવામાં આવે છે. મતલબ કે જો કોઇની વાર્ષિક આવક 5 લાખ સુધીની હોય તો તેને કોઇ પર પ્રકારનો ઇન્કમટેક્સ ભરવો નથી પડતો. પરંતુ જો તમારી આવક 5 લાખ 10 હજાર થઇ તો તમારે 10 હજારના બદલે 5 લાખ 10 હજારથી 2.5 લાખ એટલે કે 2.60 લાખ પર ટેક્સ દેવો પડશે.  
હાલમાં ઇન્કમટેક્સ ભરવાના 2 વિકલ્પ છે 
ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવાના બે વિકલ્પ મળે છે. 1 એપ્રિલ 2020ના રોજ નવો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નવા સ્લેબમાં 5 લાખ રૂપિયાથી વધારે આવક પર ટેક્સના દર તો ઓછા રાખવામાં આવ્યા હતા. પરંતુ ડિડક્શનની સુવિધા છિનવી લેવાઇ હતી. પરંતુ જો તમે જૂનો ટેક્સ સ્લેબ પસંદ કરો છો તો તમે ઘણા પ્રકારના ટેક્સ ડિડક્શનનો ફાયદો ઉઠાવી શકો છો. 
છેલ્લા 10 વર્ષમાં ઇનકમટેક્સ સ્લેબમાં શું ફેરફાર આવ્યા છે 
31 માર્ચ 2010ની પહેલાં માત્ર 1.60 લાખ સુધીની વાર્ષિક આવક જ ટેક્સ ફ્રી હતી. જેને 2011ના બજેટમાં વધારીને 1.80 લાખ કરવામાં આવી. તેના પછી સમય-સમય પર તે સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યા છે.  
2.5 લાખથી વધારે યૂલિપ પ્રીમિયમ પર દેવો પડશે ટેક્સ 
  • યૂનિટ-લિંક્ડ ઇંન્શ્યોરેન્સ પ્લાન (યૂલિપ)ના પ્રીમિયમ પર સેક્શન 10(10d)હેઠળ મળવા વારી ટેક્સ છૂટને સીમિત કરવામાં આવી 
  • જો પ્રીમિયમ 2.5 લાખથી રૂપિયાથી વધુ હોય તો ટેક્સની છૂટ નથી મળતી 
  • યૂલિપ એક એવી પ્રોડક્ટ છે જ્યાં વીમા અને રોકાણ એમ બંનેનો લાભ એકી સાથે મળે છે
Tags :
AVAKVIBHAGBreakingnewsGujaratFirstIncomeTax
Next Article