કેન્દ્રીય બજેટને વખોડી કાઢતા પૂર્વ સાંસદ વિરજી ઠુંમર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2022-23નું સામાન્ય
બજેટ રજૂ કર્યું છે ત્યારે આ બજેટ અંગે પૂર્વ સાંસદ અને લાઠીના ધારાસભ્ય વિરજી
ઠુંમરએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, કેન્દ્રીય બજેટમાં કોઇ વર્ગને
રાહત આપવામાં નથી આવી ઉદ્યોગપતિઓને અને મોટા મોટા વેપારીઓને રાહત આપનારું બજેટ છે.
ખેડૂતોની 2022માં આવક કરવાની વાતો વાહિયાત પુરવાર થઇ રહી છે ખેતીના
ઇનપુટ ખાતર, જંતુનાશક દવા, ડીઝલ તથા
પેટ્રોલ સતત ભાવ વધારાથી ખેડૂત દેવાદાર બનશે તેમજ આત્મવિલોપન ખેડૂતોના વધારે થાય
તેવી પરિસ્થિતિ લાગી રહી છે. હજુ પણ સરકાર ખેડૂતો માટે સુધારા સૂચવે તેમ જણાવી
ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ માણસને 2022 પછી કોઈ ઘર
વગર નહીં હોય તેવી વાતો કરનારી આ સરકારમાં નવા આવાસ બનાવવા માટેની કોઈ વાત જ
આપવામાં આવી નથી.
ગરીબ માણસો માટે તેમજ
રોજગારી વધારવા નો કોઈ આયોજન નથી બેટી બચાવો ની વાતો કરે છે પણ દીકરી માટેની કોઈ
યોજના નરી આંખે દેખાતી નથી, ઇન્કમટેક્સ સ્લેબ માટે રોજ
કોંગ્રેસ પર પ્રહાર કરનારા પોતાનો આ બજેટ રજૂ કરી income tax માટે કોઇ રાહત આપવાની યોજના ન કરી અને ટેક્સ્ટ ધારકોને પડ્યા પર પાટું
મારવાનું કામ કર્યું છે. ટૂંકમાં બજેટ માત્ર ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટી
પોતાના પક્ષ માટે ફંડ ઉભુ કરવા માટેની વાતો લઈને આવી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ
દેખાઈ રહ્યું છે જોઈએ આ દેશ ક્યાં જઈ રહ્યો છે વિદેશ વિદેશી સંસ્થાઓ ફરી વખત દેશનો
કબજો કરે તે પ્રકારનું પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યું છે આમ કોંગ્રેસના નેતા વિરજી ઠુંમરએ
બજેટને વખોડી કાઢ્યું છે.