Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્નીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ બદલી બિભત્સ મેસેજ કર્યા અને બદનામીનો ખેલ ખેલ્યો...

સોશિયલ મિડિયા જેટલું લાભદાયી છે, તેટલું જ ક્યારેક માથાના દુખાવો પણ સાબિત થઈ શકે છે. જી હા, અમદાવાદમાં સોશિયલ મિડિયાનો દુરુપયોગ સામે આવ્યો છે. એક દંપતીને મનમેળ ન થતા પત્નીએ પતિ સાગર પાસે છૂટાછેડાની માગણી કરી હતી. પરંતુ પતિએ એવો ખેલ ખેલ્યો કે પત્નીને સહન કરવી પડી માત્ર બદનામી. પત્નીએ પતિ પાસે છૂટાછેડાની માગણી કરતા પતિને લાગી આવ્યું અને તેણે પત્નીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો પાસવર
પત્નીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ બદલી બિભત્સ મેસેજ કર્યા અને બદનામીનો ખેલ ખેલ્યો
સોશિયલ મિડિયા જેટલું લાભદાયી છે, તેટલું જ ક્યારેક માથાના દુખાવો પણ સાબિત થઈ શકે છે. જી હા, અમદાવાદમાં સોશિયલ મિડિયાનો દુરુપયોગ સામે આવ્યો છે. એક દંપતીને મનમેળ ન થતા પત્નીએ પતિ સાગર પાસે છૂટાછેડાની માગણી કરી હતી. પરંતુ પતિએ એવો ખેલ ખેલ્યો કે પત્નીને સહન કરવી પડી માત્ર બદનામી. પત્નીએ પતિ પાસે છૂટાછેડાની માગણી કરતા પતિને લાગી આવ્યું અને તેણે પત્નીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ બદલી બિભત્સ મેસેજ કર્યા અને બદનામીનો ખેલ ખેલ્યો. આ મામલે પત્નીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે આખરે પતિને જેલ હવાલે કર્યો છે.
પોલીસ પૂછપરછમાં આરોપી પતિએ પત્નીને બદનામ કરવા સોશિયલ મિડિયામાં બિભત્સ મેસેજ કર્યા હોવાની કબૂલાત કરી છે. પતિ સાગર અને તેની પત્ની વચ્ચે કોઈ અગમ્ય કારણસર ઝઘડા થયા હતા. બસ, સામાન્ય ઝઘડાને લઈને પત્નીએ સાગરને છૂટાછેડા લેવાનું કહી દેતા સાગરને આ વાત મનમાં ખટક્યા કરતી હતી. તેણે પહેલાં તો પત્નીના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના પાસવર્ડ બદલી નાંખ્યા. બાદમાં પાંચ વિવિધ લોકોને સાગરે બિભત્સ મેસેજ કર્યા હતા. બાદમાં આ પ્રકરણે પત્નીએ સાગર વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.