ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન

ધંધુકામાં કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે.  અમદાવાદમાં પણ માલધારી સમાજ દ્વારા  આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માલધારી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. અને આરોપીઓ સામે રોષ ઠાલવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને સજા કરવામાં આવે તેવી માં
11:43 AM Jan 31, 2022 IST | Vipul Pandya

ધંધુકામાં કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે.  અમદાવાદમાં પણ માલધારી સમાજ દ્વારા  આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરીએ  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માલધારી સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. અને આરોપીઓ સામે રોષ ઠાલવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને સજા કરવામાં આવે તેવી માંગ સાથે એડિશનલ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાત પોલીસ અને ATS દ્વારા આ કેસમાં કુલ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. માલધારી સમાજના લોકો દ્વારા ઝડપી કાર્યવાહી કરવા બદલ પોલીસનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

Tags :
AhmedabadkishanbharwadMaldhariSamajVIRODH
Next Article