Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેશોદ-મુંબઇ વિમાન સેવાનો પ્રારંભ, કેશોદથી અમદાવાદ અને પોરબંદરથી દિલ્હીની ફ્લાઇટ શરુ થશે : સિંધિયા

શનિવારના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે હતા. તેઓ જૂનાગઢના કેશોદ ખાતે તૈયાર કરાયેલા નવા એરપોર્ટનું લોકાર્પણ કરવા સાથે જ કેશોદથી મુંબઇની ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવવા માટે આવ્યા હતા. હનુમાન જયંતિના પાવન દિવસથી કેશોદવાસીઓને મુંબઇ સાથે જોડતી ફ્લાાઇટ તેમજ એરપોર્ટની સુવિધા મળી ગઇ છે. જેનાથી કેશોદના વેપાર ધંધાઓને વેગ મળશે અને સાથે સૌરાષ્
કેશોદ મુંબઇ વિમાન સેવાનો પ્રારંભ  કેશોદથી અમદાવાદ અને પોરબંદરથી દિલ્હીની ફ્લાઇટ શરુ થશે   સિંધિયા
શનિવારના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે હતા. તેઓ જૂનાગઢના કેશોદ ખાતે તૈયાર કરાયેલા નવા એરપોર્ટનું લોકાર્પણ કરવા સાથે જ કેશોદથી મુંબઇની ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવવા માટે આવ્યા હતા. હનુમાન જયંતિના પાવન દિવસથી કેશોદવાસીઓને મુંબઇ સાથે જોડતી ફ્લાાઇટ તેમજ એરપોર્ટની સુવિધા મળી ગઇ છે. જેનાથી કેશોદના વેપાર ધંધાઓને વેગ મળશે અને સાથે સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને પણ લાભ થશે. 
મુંબઇથી કેશોદ આવેલી એલાયન્સ એરની ફ્લાઇટ સાથે જ જ્યોતિરાદિત્ય સંધિયા પણ કેશોદ પહોંચ્યા હતા. જ્યાં રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી, પોરબંદરના સાસંદ રમેશ ધડૂક સહિતના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સાથે એલાયન્સ એરના સીઇઓ પણ હાજર રહ્યા હતા. મુંબઇથી કેશોદ પહોંચેલી એલાયન્સ એરની પહેલી ફ્લાઇટનું રન વે પર પરંપરાગત રીતે સ્વાગત કરવાામાં આવ્યું હતું.
આજે તો ગુજરાતનો જમાઇ આવ્યો છે
ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા એરપોર્ટનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પાઘડી પહેરાવવામાં આવી હતી. તો સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પાઘડી પહેરી હતી. પોતાના સંબોધનની શરુઆત સિંધિયાએ એકદમ હળવા અંદાજ સાથે કરી હતી. તેમણે કહ્યું કે આજે તો ગુજરાતનો જમાઇ આવ્યો છે તમારી પાસે. જમાઇ તો આવ્યો છે પણ ખાાલી હાથે નથી આવ્યો પરંતુ કેશોદ માટે કંઇક લઇને આવ્યો છે.
કેશોદથી અમદાવાદની ફ્લાઇટ શરુ થશે
તેમણે આગળ કહ્યું કે જે એરપોર્ટ જૂનાગઢના નવાબે 1930માં સ્થાપ્યું હતું, તે કેશોદ એરપોર્ટને ફરી વખત શરુ કરવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો. 25 કરોડ રુપિયાના ખર્ચ સાથે એરપોર્ટ ઓથરિટી ઓફ ઇન્ડિયાએ આ એરપોર્ટને પૂર્ણ જીવિત કર્યુ છે. આજે કેશોદને અમે દેશના ઔદ્યોગિક કેન્દ્ર મુબંઇ સાથે જોડી દીધું છે. એલાયન્સ એરની ફ્લાઇટ વડે આ જોડાણ થયું છે. હું ભૂપેન્દ્રભાઇ અને પૂર્ણેશભાઇને વચન આપવા માગું છું કે આજે મુંબઇને કેશોદ સાથે જોડ્યું છે તેવી રીતે આવનારા દિવસોમાં કેશોદને અમદાવાદ સાથે પણ જોડીશું. હવે જ્યારે ફરી વખત તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અહીં આમંત્રિત કરો ત્યારે તેઓ રાજ્યના વિમાન કે હેલિકોપ્ટરમાં નહીં આવે પરંતુ અમદાવાદથી કેશોદ આવતી ફ્લાઇટમાં આવશે. 
ગુજરાતમાં બે એરપોર્ટ બની રહ્યા છે
સિંધિયાએ કહ્યું કે આવનાર દિવસોમાં ગુજરાતમાં વધારેમાં વધારે આવાગમનની સુવિધા મળશે. 27 માર્ચે અમે જ્યારે ઉનાળાનું ફ્લાઇટનો શેડ્યુલ જાહેર કર્યો તેમાં અમદાવાદને ત્રણ નવી ફ્લાઇટ આપી છે. અમદાવાદથી અમૃતસર, અમદાવાદથી આગ્રા અને અમદાવાદથી રાંચી. આ સિવાય ગુજરાતના દરેક ખૂણાને અમે દેશની આર્થિક રાજધાની સાથે જોડી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ગુજરાતમાં બે નવા એરપોર્ટ બનવા જઇ રહ્યા છે. એક હીરાસરમાં જે 1405 કરોડના ખર્ચે બનશે. જેની ક્ષમતા 23 લાખ પેસેન્જર પ્રતિ વર્ષ હશે. અને બીજું ધોલેરામાં 1305 કરોડના ખર્ચે બનશે. જેની ક્ષમતા પ્રતિ વર્ષ 30 લાખ પેસેન્જરની હશે. 
પોરબંદરથી દિલ્હીની ફલાઇટ શરુ થશે
અન્ય એક મોટ જાહેરાત કરતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, આજે વધુ એક ફ્લાઇટની ઘોષણા હું કરું છું. હવે પોરબંદરને સીધું દિલ્હી સાથે જોડવામાં આવશે. 27 એપ્રિલથી આ ફ્લાઇટની શરુઆત થશે. જે ગુજરાતને મળેલી છઠ્ઠી ફ્લાઇટ હશે. સ્પાઇસ જેટની ફ્લાઇટ વડે આ સુવિધા શરુ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.