8.8 ડિગ્રી સાથે રવિવારનો દિવસ અમદવાદમાં સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ...
રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર ઘટશે. 24 જાન્યુઆરીએ 10 વર્ષનું સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. રાજ્યના 5 શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો. સૂકા ઠંડા પવનોની અસરથી રવિવારે અમદાવાદમાં સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. રવિવારે અમદાવાદનું તાપમન 8.8 ડિગ્રી હતું. તો 6.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું હતું. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારà
રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું જોર ઘટશે. 24 જાન્યુઆરીએ 10 વર્ષનું સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું. રાજ્યના 5 શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો. સૂકા ઠંડા પવનોની અસરથી રવિવારે અમદાવાદમાં સિઝનનો બીજો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. રવિવારે અમદાવાદનું તાપમન 8.8 ડિગ્રી હતું. તો 6.3 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું હતું. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કેશોદમાં 9.5 અને ડીસામાં 9.8 ડિગ્રી તાપમના નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવેથી સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે. 24 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 10 વર્ષ બાદ સૌથી નીચુ 6.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. તો રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. શિયાળાની સિઝનમાં અમદાવાદમાં ઠંડીનો પારો બીજીવાર ગગડીને 8.8 ડિગ્રી પહોંચ્યો હતો. બપોર પછી ગરમીમાં સામાન્ય વધારો નોંધાયો હતો. 24 કલાકમાં અમદાવાદના તાપમાનમાં વધારો થતાં ઠંડી ક્રમશ: ઘટશે. કોલ્ડ વેવની અસરો ઘટતાં બે દિવસથી રાજ્યમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. રવિવારે મોડી રાતથી શરૂ થયેલા સુકા ઠંડા પવનોની અસરથી રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જયારે અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 11થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.. સાથે જ 48 કલાક બાદ બપોરના સમયે લોકોને ગરમીનો અહેસાસ થશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં શિયાળો પૂર્ણ થશે અને ગરમીની શરૂઆત થશે.
Advertisement