Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે ગ્રુપ એડમિન ગ્રુપના સભ્યોના મેસેજ કરી શકશે ડિલિટ

આજકાલ દરેક લોકો વોટ્સએપમાં ગ્રુપ બનાવી મેસેજની આપલે કરે છે. વોટ્સએપ એક એવી એપ બની ગઈ છે તેના દ્વારા લોકો મેસેજ ડોક્યુમેન્ટ, વીડિયોથી લઈને તમામ વસ્તુઓ શેર કરી શકે છે..  વોટ્સએપ પોતાના યુઝર્સ માટે વધુમાં વધુ સારી સુવિધઆઓ આપી શકે તે માટે અનેક ફિચર્સ પર કામ કરે છે. ત્યારે વોટ્સએપને વધુ સરળ બનાવવા માટે એક નવું ફિચર લોન્ચ થયું છે. જે ગ્રુપ એડમિન માટે મહત્વનું છે.  હવેથી વોટ્સએપ યુઝર્સને àª
08:27 AM Jan 31, 2022 IST | Vipul Pandya
આજકાલ દરેક લોકો વોટ્સએપમાં ગ્રુપ બનાવી મેસેજની આપલે કરે છે. વોટ્સએપ એક એવી એપ બની ગઈ છે તેના દ્વારા લોકો મેસેજ ડોક્યુમેન્ટ, વીડિયોથી લઈને તમામ વસ્તુઓ શેર કરી શકે છે..  વોટ્સએપ પોતાના યુઝર્સ માટે વધુમાં વધુ સારી સુવિધઆઓ આપી શકે તે માટે અનેક ફિચર્સ પર કામ કરે છે. ત્યારે વોટ્સએપને વધુ સરળ બનાવવા માટે એક નવું ફિચર લોન્ચ થયું છે. જે ગ્રુપ એડમિન માટે મહત્વનું છે.  હવેથી વોટ્સએપ યુઝર્સને વધુ એક નવો અનુભવ થશે. નવા વર્ષમાં વોટ્સએપ પર તમે વધુ એક નવું ફીચર મેળવી શકો છો. આ ફીચર ગ્રુપ એડમિન માટે મહત્વનું છે. ગ્રુપ એડમિન એ તમામ મેસેજને ડીલીટ કરી શકશે જે ગ્રુપના એજન્ડાથી વિરૂદ્ધ હશે.
રિપોર્ટ્સ અનુસાર, આ નવા અપડેટમાં ગ્રુપના એડમિનને ગ્રુપમાં  હાજર કોઈપણ મેસેજને ડિલીટ કરવાનો અધિકાર આપવામાં આવશે. આ અપડેટમાં ગ્રૂપ એડમિન્સને ગ્રુપમાં અન્ય સભ્યો દ્વારા મૂકવામાં આવેલા મેસેજને ડિલીટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એડમિન દ્વારા મેસેજ ડિલીટ કર્યા બાદ તેનું નોટિફિકેશન પણ ગ્રુપ સ્ક્રીન પર દેખાય છે. કે આ મેસેજ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યો છે. આ ફીચર આવવાથી ગ્રુપ એડમિન ખોટા, અશ્લીલ અને ગેરમાર્ગે દોરનારા મેસેજને તરત જ રોકી શકશે. જો કોઈ વ્યક્તિએ કોઈપણ ગ્રુપમાં ખોટી માહિતી, અશ્લીલ સામગ્રી અને અન્ય વાંધાજનક સામગ્રી મૂકી હોય તો ગ્રુપ એડમિન તરત જ તે મેસેજને ડિલીટ કરી શકશે. વોટ્સએપ ટ્રેકર WABetaInfo અનુસાર, જ્યારે પણ કોઈ એડમિન કોઈ ચોક્કસ મેસેજને ડિલીટ કરશે ત્યારે યુઝરને 'This was deleted by an admin' મેસેજ દેખાશે. વ્હોટ્સએપ ટ્રેકરે ટ્વીટ સાથે એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જે દર્શાવે છે કે ગ્રુપ એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવેલો મેસેજ એન્ડ્રોઇડ યુઝર્સ માટે કેવી રીતે દેખાશે.  એકવાર રોલઆઉટ થઈ ગયા પછી, ગ્રુપ એડમિન માટે અશ્લીલ અથવા વાંધાજનક સંદેશાઓને કાઢી નાખવાનું સરળ બનશે.
Tags :
AhmedabadelectrificationGujaratFirstRailway
Next Article