યુનિક જ્વેલરીનો ન્યુ કોન્સેપ્ટ, બ્રેસ્ટ મિલ્ક માંથી બનાવી બેસ્ટ જ્વેલરી
આ મહિલાને લોકડાઉન દરમિયાન આ સુંદર બિઝનેસ આઈડિયા આવ્યો છે. જેમાં તેણે માતાના દૂધમાંથી જ્વેલરી બનાવવાનો વિચાર ભલે વિચિત્ર લાગતો હોય પરંતુ લંડનની આ મહિલાએ તેને શક્ય બનાવ્યું છે. વાસ્તવમાં, ત્રણ બાળકોની માતા સફિયા રિયાદ અને તેનો પતિ એડમ રિયાદ મેજેન્ટા ફ્લાવર્સ નામની કંપની ચલાવે છે. તેમની કંપની ફંક્શનમાં વપરાતા ફૂલોને સાચવે છે અને તેને રિયુઝ્ડ કરી કિંમતી ગિફ્ટ બનાવે છે.તેમણે આ કંà
01:38 PM Apr 14, 2022 IST
|
Vipul Pandya
આ મહિલાને લોકડાઉન દરમિયાન આ સુંદર બિઝનેસ આઈડિયા આવ્યો છે. જેમાં તેણે માતાના દૂધમાંથી જ્વેલરી બનાવવાનો વિચાર ભલે વિચિત્ર લાગતો હોય પરંતુ લંડનની આ મહિલાએ તેને શક્ય બનાવ્યું છે. વાસ્તવમાં, ત્રણ બાળકોની માતા સફિયા રિયાદ અને તેનો પતિ એડમ રિયાદ મેજેન્ટા ફ્લાવર્સ નામની કંપની ચલાવે છે. તેમની કંપની ફંક્શનમાં વપરાતા ફૂલોને સાચવે છે અને તેને રિયુઝ્ડ કરી કિંમતી ગિફ્ટ બનાવે છે.તેમણે આ કંપનીની શરૂઆત વર્ષ 2019માં કરી હતી, ત્યારબાદ તેણે લગભગ 4,000 ઓર્ડર આપ્યા છે.
ત્રણ બાળકોની માતા બ્રેસ્ટ મિલ્ક જ્વેલરી બનાવે છે
આ દંપતી લંડનના બેક્સલીનું વતની છે. પોતાના બિઝનેસને વિસ્તારવા માટે કંપનીએ માતાના દૂધમાંથી જ્વેલરી બનાવી છે. કંપની 2023માં 1.5 મિલિયન પાઉન્ડ (રૂ. 15 કરોડ)ના ટર્નઓવરની આશા રાખે છે.
લોકડાઉન દરમિયાન બિઝનેસ આઈડિયા આવ્યો
સફિયા અને તેના પતિને માતાના દૂધમાંથી ઘરેણાં બનાવવાનો વિચાર કોવિડ-19 લોકડાઉન દરમિયાન આવ્યો હતો. જ્યારે તેઓએ આ વિષયને અનુરુપ એક લેખ વાંચ્યો હતો ત્યાર બાદ તેમણે આ આડિયા અપનાવ્યો હાલમાં ધીમે ધીમે બ્રેસ્ટ મિલ્ક જ્વેલરીની માંગ વધી રહી છે. તેમની કંપની ધાત્રી માતાઓ સાથે કામ કરે છે જેઓ તેમના સ્તન દૂધને કિંમતી સ્ટોનમાં રુપાંતરિત કરી આ ફેઝને યાદગાર બનાવવા માંગે છે. આવી ગિફ્ટથી માતાઓ અને તેમના બાળકો વચ્ચે ભાવનાત્મક જોડાણ વધે છે,"
સફિયાએ કહ્યું.આ રીતે જ્વેલરી બને છે
સફિયા જ્વેલરી બનાવવા માટે, પહેલા માતાા ઘાવણને પ્રિઝવ કરાય છે. અને પછી તેને પીળા રેઝિન સાથે મિશ્રિત કરીને કેમિકલી પ્રક્રિયા દ્વારા ઘરેણાં બનાવવામાં આવે છે. આવી ગિફ્ટ માટે ગ્રાહકોએ ઓછામાં ઓછું 30 મિલી દૂધ આપવું જરૂરી છે. તે માતાના દૂધનો ઉપયોગ કરીને ગળાનો હાર, બુટ્ટી અને વીંટી બનાવે છે.
Next Article