Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ અને ઇલેકટ્રીકથી ચાલતી હોન્ડા સિટીની કાર આજે લોંચ થશે, જાણો શું ફિચર્સ છે

દેશની સૌથી લોકપ્રિય કાર હોન્ડા સિટીનું હાઇબ્રિડ વર્ઝન આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. આ કાર માત્ર પેટ્રોલ પર જ નહીં ચાલે, પરંતુ તેમાં ઈલેક્ટ્રિક કારના ઘણા ફીચર્સ પણ હશે. આ વાહનને લગતી સંપૂર્ણ વિગતો તેના લોન્ચિંગ પછી જ ખબર પડશે, પરંતુ અત્યાર સુધી જે માહિતી બહાર આવી છે તે ભારે રસપ્રદ છે. કંપનીએ તેના ડીલરો પાસેથી બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. તેની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હોઈ શકે છે. કંપનà
પેટ્રોલ અને ઇલેકટ્રીકથી ચાલતી હોન્ડા સિટીની કાર આજે લોંચ થશે  જાણો શું ફિચર્સ છે
દેશની સૌથી લોકપ્રિય કાર હોન્ડા સિટીનું હાઇબ્રિડ વર્ઝન આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. આ કાર માત્ર પેટ્રોલ પર જ નહીં ચાલે, પરંતુ તેમાં ઈલેક્ટ્રિક કારના ઘણા ફીચર્સ પણ હશે. આ વાહનને લગતી સંપૂર્ણ વિગતો તેના લોન્ચિંગ પછી જ ખબર પડશે, પરંતુ અત્યાર સુધી જે માહિતી બહાર આવી છે તે ભારે રસપ્રદ છે. કંપનીએ તેના ડીલરો પાસેથી બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. તેની કિંમત લગભગ 18 લાખ રૂપિયા હોઈ શકે છે. કંપનીએ અત્યાર સુધી જે માહિતી જાહેર કરી છે તે મુજબ પેટ્રોલ અને ઇલેકટ્રીક એન્જિન વડે આ કાર ચાલી શકશે. કારના લોંચીગ વખતે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 
પેટ્રોલ વર્ઝનમાં ઇલેક્ટ્રિક કારની મજા
Honda City Hybrid 1.5-liter N એટકીન્સન સાયકલ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત હશે. તેની સાથે બે ઇલેક્ટ્રિક મોટર પણ હશે. ઓછી સ્પીડ પર, આ વાહન સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોટર પર પણ ચાલી શકશે. જ્યારે તે હાઇ સ્પીડ પર જવા માટે પેટ્રોલનો ઉપયોગ ઇંધણ તરીકે કરે છે. તેનું પેટ્રોલ એન્જિન 97 bhpનો મહત્તમ પાવર અને 127 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે તેની બે ઇલેક્ટ્રિક મોટર મળીને મહત્તમ 108 bhp પાવર અને 253 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. લોકોને એક સાથે બે ઇંધણની કાર હંકારવાનો મોકો મળશે. 
સુવિધાઓ પણ અપાશે
હોન્ડામાં હોન્ડા સેન્સિંગ ટેક્નોલોજી હશે. તેને હોન્ડાની પોતાની વિકસિત ADAS પણ મળશે. તેમાં ઈમરજન્સી બ્રેકિંગ, લેન કીપિંગ આસિસ્ટ, એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, ઓટો હાઈ બીમ આસિસ્ટ અને ફ્રન્ટ કોલિઝન વોર્નિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ મળી શકે છે.
આ વાહનોને ટક્કર આપશે
એકવાર લોન્ચ થયા પછી, હોન્ડા સિટી હાઇબ્રિડ બજારમાં ઘણી સેડાન સાથે સ્પર્ધા કરશે. તેમાં Maruti Ciaz થી Hyundai Verna, Skoda Slavia અને Volkswagen Virtusનો સમાવેશ થાય છે, જે થોડા સમય પછી લોન્ચ થવા જઈ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.