Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતમાં સરોગસીને લઈને થઇ રહ્યો છે વિવાદ, જાણો શું છે સરોગસી રેગ્યુલેશન બિલ?

દેશમાં સરોગસી પર બનેલા કડક કાયદાને લઈને હવે વિવાદ ઉભો થયો છે. ડિસેમ્બરમાં જ સરોગસી રેગ્યુલેશન બિલ 2021 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. લોકસભા બાદ રાજ્યસભામાં ગઠન થયેલી સમિતિએ આ બિલને મંજૂરી આપી છે. ત્યારે આ બિલને લઇ વિવાદ થઇ રહ્યો છે.શા માટે લાવવામાં આવ્યું છે સરોગસી રેગ્યુલેશન બિલ?સરોગેસી રેગ્યુલેશન બિલને‌ રાજ્યસભામાં પસાર કરતી વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સàª
ભારતમાં સરોગસીને લઈને થઇ રહ્યો છે વિવાદ  જાણો શું છે સરોગસી રેગ્યુલેશન બિલ
દેશમાં સરોગસી પર બનેલા કડક કાયદાને લઈને હવે વિવાદ ઉભો થયો છે. ડિસેમ્બરમાં જ સરોગસી રેગ્યુલેશન બિલ 2021 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. લોકસભા બાદ રાજ્યસભામાં ગઠન થયેલી સમિતિએ આ બિલને મંજૂરી આપી છે. ત્યારે આ બિલને લઇ વિવાદ થઇ રહ્યો છે.
શા માટે લાવવામાં આવ્યું છે સરોગસી રેગ્યુલેશન બિલ?
સરોગેસી રેગ્યુલેશન બિલને‌ રાજ્યસભામાં પસાર કરતી વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સરોગસી મધરનું શોષણ થતું હોવાની વાત આગળ ધરી. તેમણે કહ્યું કે આ બિલ કમર્શિયલ સરોગેસી પર રોક લગાવશે. તેમણે કહ્યું કે, અવિવાહિત મહિલાઓ આર્થિક તંગીના કારણે પોતાની કૂખ ભાડે આપે છે. જો કે, આવું ન થવું જોઈએ. દેશમાં ઘણા આઇવીએફ સેન્ટર ધમધમી રહ્યા છે.જે અનિયમિત રીતે સરોગસીને અંજામ આપી રહ્યા છે.  માંડવીયાએ કહ્યું કે આ બિલ મહિલાઓના શોષણ પર રોક લગાવશે. આ બિલને લઈને જે સમિતિની રચના કરવામાં આવી હતી તેમાં કુલ 64 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારે મૂલ્યાંકન કરી સરોગેસી બિલને પસાર કર્યું. આ કાયદાનો ઉદ્દેશ સરોગેટ મધરને સપોર્ટ કરવાનો છે. અને એટલે જ સરકારે કોઇપણ મહિલાને ફક્ત એકવાર સરોગેટ મધર બનવાનો કડક કાયદો અમલી બનાવ્યો છે. ૨૫ જાન્યુઆરીથી સરોગસી રેગ્યુલેશન એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે. જે મુજબ હવેથી એવી મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે જે મહિલા પરણિત હોય તે જ કૂખ ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ નહીં લઇ શકે પણ આવી માતાનો મેડીકલ  ખર્ચ તથા 36 મહિનાનો વીમો પણ ફરજિયાત કરી દેવાયો છે. જેનો હેતુ બાળકના જન્મ બાદ સરોગેટ મધરના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનુ ધ્યાન રાખી શકાય તે છે. આ ઉપરાંત સરોગેટ મધરના શોષણને રોકવા માટે દંડની પણ જોગવાઈ છે. જો પ્રથમવાર સરોગેટ મધર સાથે કોઈ અનૈતિક વ્યવહાર થાય તો 5 થી 10 લાખ સુધીના દંડની જોગવાઈ છે. ફરીથી એ જ નિયમનો ભંગ થશે તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ છે.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સરોગસી દ્વારા જ માતા બની છે. બોલિવૂડની ઘણી હસ્તીઓએ બાળકની ચાહમાં સરોગસીનો રસ્તો અપનાવ્યો છે. પણ ભારતમાં હવે સરોગસીનો કાયદો સરળ નથી રહ્યો. સરોગસી પર બનેલા કાયદાએ તેને વધુ પડકારરૂપ અને વિવાદિત બનાવી દીધો છે.
હવેથી કોમર્શિયલ સરોગેસી નિષેધ છે. અને રજિસ્ટ્રેશન ફરજીયાત છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ કાયદો એવા લોકોની રાહ મુશ્કેલ બનાવે છે જે ખરેખર સંતાન પ્રાપ્તિની ઝંખના રાખે છે. ભાડેથી પોતાની કૂખ આપનાર મહિલાઓ શું આ  કામ સમાજસેવા માટે કરે છે? કે પછી આર્થિક તંગી તેમને આ કામ કરવા માટે મજબૂર કરે છે? શું અમીર પરિવારની મહિલાઓ પણ કોઈ બીજાના બાળકને જન્મ આપવા માટે પોતાની કૂખ ભાડે આપે છે?  સરકારે કાયદો તો બનાવી દીધો પણ સરકાર એ ભૂલી ગઈ કે આસમાનને આંબતી મોંઘવારી‌ વચ્ચે આવી મહિલાઓ વળતરની આશા વગર સરોગસી માટે તૈયાર થઇ જશે ખરાં?  અને આર્થિક સહાય વગર સરોગસી માટે તૈયાર થનારી મહિલાઓ આખરે મળશે ક્યાં ?. આવા ઘણા સવાલો છે. ત્યારે એક સવાલ એ પણ થાય છે સરોગસી દ્વારા બાળક પ્રાપ્ત કરવાની જગ્યાએ એવા માતા-પિતા કોઈ અનાથ બાળકને દત્તક કેમ નથી લઈ લેતા?.
Advertisement
Tags :
Advertisement

.