સુરતમાં પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ, પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ કરતો શખ્સ સકંજામાં...
સુરતમાં ગેરકાયદે સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં મોબાઈલ અન્ય વ્યક્તિના નામે એક્ટિવ કરેલા સિમ કાર્ડનું વેચાણ કરતા કાર્યવાહી કરાઇ છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સુરત SOGએ પ્રિ-એક્ટિવેટેડ ડમી સિમ કાર્ડનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. સુરત SOGની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો, ડિસ્ટ્રીબ્યુટર અને એજન્ટો પર ખાસ નજર રાખવામાં આવી રà
01:48 PM Jan 28, 2022 IST
|
Vipul Pandya
સુરતમાં ગેરકાયદે સિમ કાર્ડ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં મોબાઈલ અન્ય વ્યક્તિના નામે એક્ટિવ કરેલા સિમ કાર્ડનું વેચાણ કરતા કાર્યવાહી કરાઇ છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સુરત SOGએ પ્રિ-એક્ટિવેટેડ ડમી સિમ કાર્ડનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. સુરત SOGની ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દુકાનદારો, ડિસ્ટ્રીબ્યુટર અને એજન્ટો પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી. ત્યારે પાંડેસરા વિસ્તારમાં લક્ષ્મીનગરમાં રહેતો વિશાલ શર્મા નામનો શખ્સ વિવિધ સ્થળો પર અલગ-અલગ કંપનીઓના સિમ કાર્ડ આઇડી પ્રુફ ન હોવા છતા વેચી રહ્યો છે તેવી જાણ થતા સુરત SOGએ કાર્યવાહી કરી છે. અને આરોપી વિશાલ શર્માને ઝડપી પાડી 11 પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આ અંગે SOGએ પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી વિશાલ વધુ કમિશન મેળવવા માટે કંપનીઓ તરફથી આપવામાં આવતા સિમ કાર્ડને આઇડી પ્રુફ વિના જ વેચી રહ્યો હતો. હાલ સમગ્ર મામલે સુરત SOGએ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
Next Article