Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં ઓનલાઈન ફ્રોડનો કિસ્સો, BSNLમાં KYC અપડેટ કરવાનું કહીં 50 હજારથી વધુની ઠગાઇ...

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 50 હજારની ઓનલાઇન છેતરપિંડી કરાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો કૃષ્ણનગરમાં રહેતા જગદીશ ચંદ્ર નામના વ્યક્તિને ઠગબાદે ખુદ BSNLનો અધિકારી હોવાનો પરિચય આપી અને BSNLની ડેટા સ્પીડ 4G થવાની છે. અને તમારે KYC અપડેટ કરવું પડશે. જો તમે KYC અપલોડ નહીં કરો તો કાર્ડ બ્લોક થઇ જશે તેવું ઠગબાજે કહ્યુ. જો કે જગદીશ àª
અમદાવાદમાં ઓનલાઈન ફ્રોડનો કિસ્સો  bsnlમાં kyc અપડેટ કરવાનું કહીં 50 હજારથી વધુની ઠગાઇ

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં 50 હજારની ઓનલાઇન છેતરપિંડી કરાઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો કૃષ્ણનગરમાં રહેતા જગદીશ ચંદ્ર નામના વ્યક્તિને ઠગબાદે ખુદ BSNLનો અધિકારી હોવાનો પરિચય આપી અને BSNLની ડેટા સ્પીડ 4G થવાની છે. અને તમારે KYC અપડેટ કરવું પડશે. જો તમે KYC અપલોડ નહીં કરો તો કાર્ડ બ્લોક થઇ જશે તેવું ઠગબાજે કહ્યુ. જો કે જગદીશ ચંદ્રને કંઇક ખોટું થઇ રહ્યું છે તેવું લાગતા ફોન કટ કરી દીધો હતો. છતા ફરી ફોન કરી અને ઠગબાજે જગદીશ ચંદ્રને વિશ્વાસમાં લઇ અને કહ્યું કે તમારે જાતે જ પ્રોસેસ કરવાની છે. બાદમાં યુવકે ક્વિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને તેમાં ATM કાર્ડની સમગ્ર વિગતો નાખી હતી. ત્યારે જગદીશ ચંદ્રએ એપ્લિકેશનમાં વિગતો ભરવાની સાથે જ તેમને એક મેસેજ આવ્યો. અને બાદમાં તેમા ખાતામાંથી 49 હજારથી વધુ રૂપિયા ઉપડી ગયા હતા. ત્યારે બાદમાં જગદીશ ચંદ્રએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફ્રોડ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ સતત ઓનલાઈન ફ્રોડના વધતા કેસ વચ્ચે વધુ એક કિસ્સો લોકોની આંખ ખોલનારો છે.

Advertisement

Tags :
Advertisement

.