રાજ્યમાં તાવ અને શ્વાસ સંબંધિત કેસોમાં વધારો, છેલ્લા 57 દિવસમાં 17 હજાર જેટલા કેસ...
રાજ્યમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે ઠંડીના કારણે અસ્થમા અને શરદી-ખાંસી, તાવ સહિત શ્વાસ સંબંધિત બીમારીઓના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા 57 દિવસમાં શ્વાસ સંબંધિત 12 હજાર 211 કેસ જ્યારે 5 હજાર 110 કેસ તાવના સામે આવ્યા છે. ડિસેમ્બર 2021ની વાત કરીએ તો 6 હજાર 306 અસ્થમાના કેસ અને જાન્યુઆરી 2022માં 5 હજાર 905 કેસ 108માં નોંધાયા છે. જ્યારે ડિસેમ્બર 2021માં 2 હજાર 642 અને જાન્યુઆરી 2022માં 2 હજાર
Advertisement
રાજ્યમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે ઠંડીના કારણે અસ્થમા અને શરદી-ખાંસી, તાવ સહિત શ્વાસ સંબંધિત બીમારીઓના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા 57 દિવસમાં શ્વાસ સંબંધિત 12 હજાર 211 કેસ જ્યારે 5 હજાર 110 કેસ તાવના સામે આવ્યા છે. ડિસેમ્બર 2021ની વાત કરીએ તો 6 હજાર 306 અસ્થમાના કેસ અને જાન્યુઆરી 2022માં 5 હજાર 905 કેસ 108માં નોંધાયા છે. જ્યારે ડિસેમ્બર 2021માં 2 હજાર 642 અને જાન્યુઆરી 2022માં 2 હજાર 468 કેસ તાવના નોંધાયા છે. અને રાજ્યમાં શ્વાસ સંબંધિત રોજના 220 જેટલા કેસ નોંધાઇ રહ્યાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસમાં 2 હજાર 828 કેસ શરદી-ખાંસીના નોંધાયા છે.