Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજયભરના 10 હજાર તબીબોની બીજા દિવસે પણ હડતાળ યથાવત, જાણો શું અસર પડી

આજે મંગળવારે બીજા દિવસે પણ  રાજ્યભરમાં સરકારી તબીબોએ શરુ કરેલી હડતાળ જારી રહી છે. સમગ્ર રાજ્યભરમાંથી અંદાજે 10 હજાર સરકારી તબીબો હડતાળના કારણે કામથી અળગા રહ્રયા છે. સરકારી હોસ્પિટલોમાં OPD, ઈમરજન્સી જેવી સેવાઓ ઉપર અસર પડી છે. રાજયભરમાં 3 હજાર ઓપરેશન બંધ રાખવા પડયા છે. જો કે હડતાળ પર ઉતરેલા તબીબોએ કહ્યું હતું કે હડતાળમાં રેસીડેન્સ ડોકટર્સ અને કોન્ટ્રાકટ પરના ડોકટર જોડાયા નથી જેથી આ à
રાજયભરના 10 હજાર તબીબોની બીજા દિવસે પણ હડતાળ યથાવત  જાણો શું અસર પડી
આજે મંગળવારે બીજા દિવસે પણ  રાજ્યભરમાં સરકારી તબીબોએ શરુ કરેલી હડતાળ જારી રહી છે. સમગ્ર રાજ્યભરમાંથી અંદાજે 10 હજાર સરકારી તબીબો હડતાળના કારણે કામથી અળગા રહ્રયા છે. સરકારી હોસ્પિટલોમાં OPD, ઈમરજન્સી જેવી સેવાઓ ઉપર અસર પડી છે. રાજયભરમાં 3 હજાર ઓપરેશન બંધ રાખવા પડયા છે. જો કે હડતાળ પર ઉતરેલા તબીબોએ કહ્યું હતું કે હડતાળમાં રેસીડેન્સ ડોકટર્સ અને કોન્ટ્રાકટ પરના ડોકટર જોડાયા નથી જેથી આ સેવા પર કોઇ અસર પડી નથી. 
અમદાવાદની સિવિલ હોસ્પિટલના 450 તબીબો આ હડતાળમાં જોડાયા છે. તમામ તબીબો અમદાવાદના બી.જે.મેડિકલ કોલેજ ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સિવાય રાજયના વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ તબીબો હડતાળમાં જોડાયા હતા. તબીબોએ એકત્ર થઇને રામધૂન બોલાવી હતી. હડતાળ પર ઉતરેલા તબીબોએ કહ્યું હતું કે અમારી 18 જેટલી માંગ છે અને સરકારે વારંવાર લેખીત બાંહેધરી આપી છે પણ કોઇ કારણોસર તેનો અમલ કરાતો નથી આ પહેલા પણ તેમણે તેમની પડતર માંગણીઓને લઇને હડતાળ કરી હતી. જોકે, તે સમયે સરકાર દ્વારા તેમની માંગણીઓ પૂરી કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી પરંતુ તે ન થતા આજે એકવાર ફરી તેઓ હડતાળ તરફ વળ્યા છે. પડતર માંગણીઓમાં 7માં પગારપંચ મુજબ એનપીએ એટલે કે નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ, વિભાગીય ભરતીઓ નિયમિત કરવામાં આવે, GMERSમાં કામ કરતા તબીબોને સરકારી તબીબોને મળતા હોય તેવા લાભ મળે આવી અલગ-અલગ 18 જેટલી માંગણીઓ છે જેને પૂરી કરવામાં આવે તે સાથે તેઓ હડતાળ પર ઉતર્યા છે. 
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના સિનિયર તબીબોની હડતાળ ચાલી રહી છે.જેના કારણે સૌથી વધુ ઇમરજન્સી સેવાઓ પર અસર થઇ રહી છે. આ સિવાય સ્પેશિયલ આરોગ્યની સારવારમાં પણ અસર જોવા મળી રહી છે. હડતાળના કારણે દર્દીઓના ઓપરેશન પણ નહીં થઈ શકે. 
Advertisement
Tags :
Advertisement

.