Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જમ્મુ કાશ્મીરમાં બે આતંકી હુમલા, CRPF અને બિન કાશ્મીરી પર ગોળીબાર, એક જવાન શહીદ

જમ્મુ કાશેમીરની અંદર ફરી એક વખત આતંકી હુમલા થયા છે. અમુક કલાકની અંદર જ બે જગ્યા પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેના કારણે કાશ્મીર ઘાટીમાં ભયનો માહોલ ઉભો થયો છે. પહેલો હુમલો શ્રીનગરના લાલ ચોકના મૈસુમા વિસ્તારમાં થયો હતો. જ્યાં આતંકવાદીઓએ બે CRPF જવાનોને ગોળી મારી દીધી. ત્યારબાદ તે બંને જવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એક જવાનનું મૃત્યુ થયું છે. આતંકà«
12:18 PM Apr 04, 2022 IST | Vipul Pandya
જમ્મુ કાશેમીરની અંદર ફરી એક વખત આતંકી હુમલા થયા છે. અમુક કલાકની અંદર જ બે જગ્યા પર આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેના કારણે કાશ્મીર ઘાટીમાં ભયનો માહોલ ઉભો થયો છે. પહેલો હુમલો શ્રીનગરના લાલ ચોકના મૈસુમા વિસ્તારમાં થયો હતો. જ્યાં આતંકવાદીઓએ બે CRPF જવાનોને ગોળી મારી દીધી. ત્યારબાદ તે બંને જવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી એક જવાનનું મૃત્યુ થયું છે. આતંકી હુમલા બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. આ આતંકી હુમલામાં CRPFના અન્ય બે જવાન પણ ઘાયલ થયા છે.

આ સિવાય બીજો હુમલો પુલવામાના લાજુરાહ ગામમાં થયો છે. જ્યાં આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરી લોકો પર ગોળીબાર કર્યો હતો. બંને ઘાયલ નાગરિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ વિસ્તારમાં પણ નાકાબંધી કરી દીધી છે અને હુમલો કરનારા આતંકવાદીઓને શોધી રહી છે. આતંકવાદી હુમલા પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું ફરજ દરમિયાન શહીદ થયેલા CRPF જવાનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તથા ઘાયલ જવાન સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
આ સિવાય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકના એક ગામમાં આતંકવાદીના છુપાયેલા ઠેકાણાનો પર્દાફાશ કર્યો અને હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નિવેદન અનુસાર જવાનોને બે એકે-47 રાઈફલ, બે એકે-47 મેગેઝિન, એક 223 બોરની એકે આકારની બંદૂક અને મેગેઝિન, એક ચાઈનીઝ પિસ્તોલ અને મેગેઝિન, એકે-47ના 63 રાઉન્ડ, 223 બોરની બંદૂકના 20 રાઉન્ડ અને ચાઈનીઝ બંદૂક મળી છે. પિસ્તોલના ચાર રાઉન્ડ મળી આવ્યા હતા.
Tags :
CRPFFiringGujaratFirstJammuAndKashmirjawanmartyredterroristattacks
Next Article