નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ, 384 લોકોને વીરતા પુરસ્કાર
ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચનાર સ્ટાર ખેલાડી નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો છે. કુલ 384 લોકોને વીરતા પુરસ્કારનું મળ્યા છે.નીરજ ચોપડાને વિશેષ સન્માન73માં ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ દ્વારા 384 લોકોને વીરતા પુરસ્કાર એલાન કરાયા છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશિષ્ટ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલ સામેલ છે. ઉપરાંત 122 વિશિષ્à
ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચનાર સ્ટાર ખેલાડી નીરજ ચોપડાને પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો છે. કુલ 384 લોકોને વીરતા પુરસ્કારનું મળ્યા છે.
નીરજ ચોપડાને વિશેષ સન્માન
73માં ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ દ્વારા 384 લોકોને વીરતા પુરસ્કાર એલાન કરાયા છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશિષ્ટ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલ સામેલ છે. ઉપરાંત 122 વિશિષ્ટ સેવા મેડલ, 81 સેના મેડળ (ગૈલૈંટ્રી), 2 વાયુ સેના મેડલ, 40 સેના મેડલ, 8 નૌસેના મેડલ, 14 વાયુ સેના મેડલ સામેલ છે.
નીરજ ચોપડાની ભવિષ્યની ખાસ તૈયારી
નીરજ ચોપડાએ યૂએસએમાં પ્રશિક્ષણ શરૂ કરી દીધું છે. અને તેઓ આગળના વ્યસ્ત સિઝનની તૈયારીમાં લાગી ગયા છે. નીરજ ચોપડા વિશ્વ ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગની તૈયારીમાં લાગ્યા છે. ઉપરાંત નીરજ ચોપડા 2022ના રાષ્ટ્રમંડલ રમત અને એશિયાઇ રમતમાં પણ ભાગ લઇ પોતાના ખિતાબને જાળવી રાખવાની કોશિશ કરશે.
Advertisement